તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીઆઇડીસીની બેઠકમાં ઓઇલચોરી કૌભાંડ અંગે કોઇ ચર્ચા નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરમાંઆઇઓસીની પાઇપ લાઇનમાં પંકચર કરવા માટેનો વાલ્વ બેસાડવા સુધીનો કારસો રચાયા બાદ ઓઇલ માફીયાઓનો પ્રયાસ નિષ્ફળ ગયો છે જેમા વાલ્વ ફીટ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે ત્યારે પંકચરોના સીલસીલા પછી પણ જીઆઇડીસી સત્તાધીશો દ્વારા કંઇ નક્કર પ્રયાસો કરાયા નથી અને ભોજન પાર્ટીઓમાં વ્યસ્ત રહેતા મામલો ટોક ઓફ ટાઉન બન્યો હતો.

જીઆઇડીસીના પ્રમુખ ભગવાનભાઇ પટેલ અને સેક્રેટરી નરેશભાઇ પટલે શુક્રવારે સાંજે એક મીટીંગ વસાહત ખાતે બોલાવી હતી જેમાં આઇઓસીના અધીકારી કે પોલીસ કે પ્રેસને બાકાત રાખીને બંધ બારણે મીટીંગ કરાઇ હતી. બાબતની જાણ આઇઓસીના મેજર અશોકકુમારને થતાં તેઓ મીટીંગસ્થળે પહોંચ્યા હતા ત્યારે ત્યાં ભોજનપાર્ટી ચાલતી હતી.

ઓઇલચોરો અંગે પૂછતાં જીઆઇડીસીના પ્રમુખ મંત્રીએ અંગે મીટીંગમાંકોઇ ચર્ચા થઇ નથી તેમ જણાવ્યુ઼ હતું. પ્લોટ નં. 50 ના માલીક પ્રકાશ પટેલ અંગે પૂછતાં અમે જાણતા નથી તેવો જવાબ ભગવાનભાઇએ આપ્યો હતો. તેઅોએ મીટીંગ પાણીના પ્રશ્ને બોલાવી હતી અને અમે મેજરને પણ મળવા જવાના છીએ.

દરમિયાન વાલ્વ બેસાડીને નાસી છૂટેલા અમદાવાદ ના મોન્ટુ ને પકડવા પોલીસ તેના ઘર સુધી પહોચી હોવાનું પીઆઇ જે.બી.પંડીતે જણાવ્યુ઼ હતું.જ્યારે પંકચર કરનાર માસ્ટર માઇન્ડ અબ્દુલવાહેદ ઉર્ફે આમીનની પૂછપરછમાં પંકચર કરવાના દિવસેજ પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો