સિદ્ધપુરમાં મકાનની દીવાલ પડતાં 6 મજૂર દટાયા

ઈસ્લામપુરામાં જુના મકાનની દિવાલો ઉતારાતા બાજુના મકાનની દિવાલોને સપોર્ટ ન રહેતા દીવાલ ધસી પડી સિદ્ધપુર |...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Siddhpur - સિદ્ધપુરમાં મકાનની દીવાલ પડતાં 6 મજૂર દટાયા
દાઉદી વોરા સમાજના વર્ષો પહેલા બનાવાયેલા મકાનો એક જ લાઈનમાં એક સરખા સ્ટ્રક્ચરમાં એકબીજા સાથે જોડાયેલા છે. આ જૂના મકાનો પૈકી એક મકાન રાજપુરના રમેશભાઈ પટેલે વોરા માલિક પાસેથી ખરીદી કરેલું હતું જેમાં જૂનું મકાન હોવાથી તેની આગળની પાછળની તેમ જ વચ્ચેની દીવાલો ઉતારી બંને બાજુની દીવાલો તરફ સિમેન્ટના બીમ ભરીને તેના પર પહેલા માળે ધાબૂ ભરવા માટે શનિવારે સેન્ટિંગ ગોઠવવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.

જેમાં છાપી, પાટણ, મડાણા અને ગાગલાસણ ગામના 6 મજૂરોને બાજુના મકાનની દિવાલના ઉપરનો ભાગ ધસી પડતા ઈજાઓ થવાં પામી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. પાલિકાને જાણ કરતાં પાલિકાની ટીમ દોડી આવી લોકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

પાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટે જણાવ્યું કે મકાન માલિકે મકાન બાંધકામ માટે પરવાનગી લીધેલી છે તે મુજબનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બનતા આગળનું કામ અટકાવી દેવાયું છે તેની આજુબાજુના મકાનોની ચકાસણી કરાયા પછી કામ શરૂ કરવા દેવાશે.

દટાયેલા મજૂરોના નામ

નારસિંહભાઈ પોથાભાઈ પઢીયાર (25) રહે.છાપી

અજયકુમાર કાંગેસીયા(18) રહે.છાપી

ચમનજી ધુલાજી ઠાકોર(24) રહ.પાટણ

અશોક વજાભાઈ ભીલ(23)રહે.માળાણા

વિજયજી ફતાજી ઠાકોર(26) રહે.ગાગલાસણ

બાલાજી જીવાજી ઠાકોર(30) રહે.ગાગલાસણ

મકાનની દીવાલો આધાર ન રહેતા દિવાલ ધસી પડ્યાનું અનુમાન

જે મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું તેના માલિકે બંને તરફની દીવાલો જેમને તેમ રાખેલી હતી અને પ્રથમ માળે ધાબું ભરવા માટે બીમ ભરાયા હતા પરંતુ બાજુના મકાનની દીવાલો 14 ફૂટ લાંબી 10 ફૂટ ઉંચી દીવાલને આધાર રહ્યો ન હોઇ ચુનાવાળું બાંધકામ ધરાવતી જુની દિવાલ ધસી પડી હતી તેવું અનુમાન કરાયું હતું.

ત્રણ ઇજાગ્રસ્ત ધારપુર ખસેડાયા

સિદ્ધપુર જનરલ હોસ્પિટલના ડોક્ટર વિશાલ શુક્લાએ જણાવ્યું હતું કે ૬ ઈજાગ્રસ્તો પૈકી 3 મજૂરોને કમર અને પગના ભાગે ઇજાઓ વધારે હોવાથી ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

મકાનમાં ધાબા માટે સેન્ટિંગ ગોઠવાતું ત્યારે બાજુના મકાનની દિવાલ ધરાશાયી થતા છ મજૂરો કાટમાળ હેઠળ દટાયા.તસવીર- રશ્મિન દવે

X
Siddhpur - સિદ્ધપુરમાં મકાનની દીવાલ પડતાં 6 મજૂર દટાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App