• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુરમાં નાગપાંચમે મોક્ષપીંપળે ભક્તો ઉમટ્યા : ફુલવાડી રચાઇ

સિદ્ધપુરમાં નાગપાંચમે મોક્ષપીંપળે ભક્તો ઉમટ્યા : ફુલવાડી રચાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : નાગપાંચમનાપવિત્ર દિવસે સિદ્ધપુર ખાતે માધુપાવડીયાના પાવન ધામે બિરાજમાન 700 વર્ષ જુના પ્રાચીન પારસ પીંપળે ગોગામહારાજના દર્શન કરવા માટે સમગ્ર સિદ્ધપુર શહેર અને ઉત્તર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. મંદિરના પૂજારી અને સેવક દ્વારા મંદિરમાં ફુલવાડી કરવામાં આવી હતી.ગુજરાતભરમાં ગોગા મહારાજના જે મુખ્ય સ્થાનકો છે જેવા કે દાસજીયા ગોગા, કાહવાના ગોગા વગરે સ્થાનકોમાં બિરાજમાન ગોગા મહારાજની ઉત્પત્તિ અત્રેથી થઇ હતી. જેના લીધે મોક્ષપીપળે આવેલ ગોગાધામ સહુ કોઇ માટે અધ્યાત્મનું અને શ્રદ્ધાનું સ્થળ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...