Home » Uttar Gujarat » Patan District » Siddhpur » Siddhpur - સિદ્ધપુર પાસે ખાનગી બસે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

સિદ્ધપુર પાસે ખાનગી બસે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:15 AM

બિલિયા ફાટક પાસે ખાનગી બસની ટક્કરે રિક્ષાનો કાચ ફૂટી ગયો હતો.

  • Siddhpur - સિદ્ધપુર પાસે ખાનગી બસે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

    સિદ્ધપુર બિલિયા ફાટક નજીક સવારે 10:40 વાગ્યે સિદ્ધપુરથી મંડાલી ગામ જતાં મજૂરને સામેથી આવતી ખાનગી બસના પાછળનો ભાગની અડફેટમાં આવી જતા રિક્ષામાં સવાર 4 પૈકી 3 મજૂરો ગંભીર રીતે ધવાયા હતા. જ્યારે અલ્પેશ પ્રવીણભાઈ ઠાકોર (ઉ.18) રહે.ખોલવાડા યુવકની હાલત ગંભીર સિદ્ધપુર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈશ્વર કાનાજી ઠાકોર(ઉ.૩૦) રહે સિદ્ધપુર અને સુમરનસિંહ પ્રહલાદસિહ રાજપૂત (ઉ.૩૦) રહે.ખોલવાડા ઈજાઓ પહોંચી હતી. ઘાયલોએ જણાવ્યું કે ખાનગી બસ ગોપાલ ટ્રાવેલ્સની હતી જે અકસ્માત સર્જી ભાગી ગઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ