તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિધ્ધપુરમાં 15 ઓગસ્ટની તડામાર તૈયારીઓ શરૂ: ત્રિરંગાયાત્રા નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરમાં 15 ઓગસ્ટની તડામાર તૈયારીઓ શરૂ: ત્રિરંગાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરશહેર તાલુકામાં 70 માં સ્વાતંત્રયપર્વની તડામાર તૈયારીઓ થઇ રહી છે જેને લઇ પ્રકાશ વિદ્યાલય બિલીયામાં આઝાદી 70 યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજાયો હતો જયારે શહેરની શિશુમંદિર અભિનવ હાઇસ્કુલના બાળકો દ્વારા ત્રિરંગાને સલામી આપવાનું રીહસલ કરાયુ હતુ જયારે સિધ્ધપુર તાલુકાકક્ષાની ઉજવણી કુવારા ગામ ખાતે સર્વોદય વિદ્યાલયમાં હોવાથી સિધ્ધપુર પ્રાંત અધિકારી જસવંતભાઇ જેગોડા મામલતદાર નારાયણભાઇ ડીયા જરૂરી સુચનાઓ આપી તૈયારીઓ કરી હતી.

આવનાર સમયમાં ત્રિરંગાનુ મહત્વ નવી પેઢીને મળી રહે તે હેતુથી આજે બિલીયા ખાતે એક ત્રિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતું જેમાં વિદ્યાર્થીઓએ ત્રિરંગાઓ હાથમાં લઇ શહીદોનો વેશ ઘારણ કરી ગામના માડવી ચોક, વાવ ચોક ડેરી સહિતના માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે શહિરોને યાદ કરતી યાત્રા નીકાળી હતી. પાલીકાના પ્રાગણમાં પાલિકા પ્રમુખ અજીતભાઇ મારફતીયા દ્વારા તેમજ તાલુકા પંચાયતમાં વિક્રમસિંહ ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારે યોગાજંલી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધસ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં જીજ્ઞાબેન દવે સહિત આચાર્ય માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો