• Gujarati News
  • સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં આઠ ફોર્મ રદ

સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં આઠ ફોર્મ રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સની મુદત 29 એપ્રિલે પૂરી થતી હોઇ 9 મે ના રોજ યોજાનાર ચૂંટણી માટે 68 ફોર્મ ભરાયા હતા.જેમાં ચકાસણીના અંતે 8 ફોર્મ રદ થતા 60 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહયા છે. તદ્ ઉપરાંત 13 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેચી શકાશેે ત્યાર બાદ સ્થિતી સ્પષ્ટ થશે.ચૂંટણી અધિકારી યુ.એન.વાસણવાળાએ જણાવ્યું હતું કે ખેડૂત વિભાગમાં 8 પ્રતિનિધી માટે 45 ફોર્મ ભરાયા હતા જેમાંથી 4 રદ થયા હતા.વેપારી વિભાગમાં 4 પ્રતિનિધી માટેના 20 પૈકી 3 ફોર્મ રદ થયા હતા.ખરીદ વેચાણ વિભાગ સંઘ અને મંડળીઓના વિભાગમાં 2 બેઠકો માટેના 3 પૈકી 1 ફોર્મ રદ થયુ હતું.આ ચૂંટણીમા અનુસંધાનપાના-8

સિદ્ધપુર માર્કેટયાર્ડ

761ખેડૂત,536 વેપારી અને 117 મંડળી વિભાગના મતદારો નવા ડીરેકટરોને ચુંટીને સત્તા પર લાવશે.આ મુદ્દે ગરમા ગરમ ચર્ચાઓ ગંજબજારમાં સતત ચાલી છે.