તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિધ્ધપુરમાં 21 કરોડના ખર્ચે બનાવેલ મ્યુઝીયમનુ લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી દ્વારા ઓનલાઈન લોકાપર્ણ કરાયુ

સિધ્ધપુરમાતૃગયા તિર્થ બિંદુસરોવર ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 16 કરોડના ખર્ચે અધતન મ્યુઝીયમ બનાવવામા આવ્યુ હતુ. જેનુ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાધનપુર ખાતે થી ઓનલાઇન લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. જે બાદ મામલતદાર એન.એસ.ડીયા દ્રારા સ્થળ પર લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

પ્રસંગે મામલતદારે જણાવ્યુ હતું કે હવેથી મ્યુઝીયમની સાંસ્કૃતિક તથા રમતગમત વિભાગ દ્રારા નિભાવણી કરવામાં આવશે જેમા ઉતર ગુજરાતનો ભવ્ય વારસો ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રર્દશન કરવામા આવ્યુ છે. તેમજ સિધ્ધપુર શહેર સાથે જોડાયેલ અસંખ્ય ઐતિહાસિક પુરાવાઓ, લખાણો, દસ્તાવેજો, શિલાલેખો, ચિત્રોનો સંગ્રહ કરવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...