તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • અંબાજીના માર્ગો ઉપર અંબાના દર્શન માટે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીના માર્ગો ઉપર અંબાના દર્શન માટે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીભાદરવી પૂનમના મેળાનો આજે શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેથી દૂર-દૂરથી આવતાં પદયાત્રીઓને રસ્તામાં ભોજન તેમજ આરામની સુવિધાઓ મળી રહે તે માટે અંબાજી તરફના તમામ માર્ગો ઉપર 100 ઉપરાંત સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

ભાદરવી પૂનમે અંબાજી ખાતે આવેલ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે સાત દિવસનો મેળો ભરાય છે. મેળામાં વાવ, થરાદ, સૂઇગામ, ડીસા, કાંકરેજ, પાલનપુર, વાસણ, ગોળા, સાબરકાંઠા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દૂર-દૂરથી પદયાત્રીઓ મા અંબાના દર્શન કરવા માટે નિકળે છે. જેમાં પાલનપુર એરોમા સર્કલ પાસે વીજ કંપની, એસ.ટી. કોલોની સામે જયગોગા મિત્ર મંડળ, કોઝી વિસ્તારમાં સ્થાનિક વેપારીઓ, બ્રિજેશ્વર કોલોની શક્તિનગર કોલોનીના નાકે શ્રી શિવશક્તિ મિત્ર મંડળ સહિત અંબાજી માર્ગને જોડતાં વિરમપુર, સિદ્ધપુરથી ગોળા, દાંતાની ઘાટી સહિત અન્ય રસ્તાઓ ઉપર 100 ઉપરાંતના સેવા કેમ્પના સમીયાણા બંધાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો