તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • છાપી પાસે લકઝરીમાંથી 43 હજારના દારૂ સાથે સિદ્ધપુરના શખ્સ સહિત 5 ઝડપાયા

છાપી પાસે લકઝરીમાંથી 43 હજારના દારૂ સાથે સિદ્ધપુરના શખ્સ સહિત 5 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકાના ધારેવાડા હાઇવે ઉપર આવેલ એક હોટલ ઉપર શનિવારે લકઝરી બસની ડીકીમાંથી 43 હજારનો દારૂ છાપી પોલીસે ઝડપી પાડી કુલ 5 શખસોની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા.

છાપી પોલીસે છાપી નજીક આવેલા ધારેવાડા હાઇવે સ્થિત ખેતેશ્વર હોટલ આગળ ઉભેલી રાજસ્થાનથી અમદાવાદ જતી બસની તલાસી લેતા બસના ચાલક સહિત અન્ય શખસો બસની ડીકીમાંથી પાસે ઉભલા એક ટેમ્પોમાં પરપ્રાંતીય દારૂની પેટીઓ ભરતા ઝડપાયા હતા. તપાસ દરમિયાન લકઝરી બસમાં રાજસ્થાનથી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં લઇ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું. પોલીસે દારૂ પેટી-8 કિંમત રૂ. 43000, લકઝરી, 5 મોબાઇલ, એક બાઈક સહિત ટેમ્પો મળી કુલ રૂ. 13,17,000 ના મુદ્દામાલ સાથે માંગીલાલ મૂળારામ જાટ (રહે.સુવાલીયા,જિલ્લો-જોધપુર), મોહનસિંહ સેતાનસિંહ રાઠોડ (રહે.જોધપુર), અશોકભાઈ પરશારામ ચૌધરી (રહે.પાલી), સુનિલ સુરેશ વાલ્મિકી (રહે.જોધપુર) અને હારૂનભાઈ ઇશાકભાઈ લુહાર (રહે.સિદ્ધપુર,)ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...