તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલીયામાં ઝાંપાતોરણ બંધાયા બાદ પુન: ગામ પ્રવેશ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરતાલુકાના બિલીયા ગામે ગ્રામજનો દ્વારા ગામની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે નવીન ગામ તોરણ બાંધી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ગામના ગોંદરે ભવ્ય મેળો ભરાયો હતો.

સિધ્ધપુર તાલુકાના બિલીયા ગામે વર્ષો પહેલા થાંભલી મૂકીને ગામ વસાવીને ગામ તોરણ બાંધવામાં આવ્યું હતું. જેમાં તમામ કોમના ઘરેથી મહિલાઓ સવારે લાડું દાળ ભાત શાક પુરી સહિતની રસોઇ બનાવી ટોપલામાં મૂકીને ગામ પાદરે જઇ ભોજન કર્યું હતું. સાંજે ગામના પ્રવેશદ્વારે ગુરૂમહારાજનું તોરણ બંધાયા બાદ તુરંત મહિલાઓએ ટોપલા માથે મૂકીને ઘર તરફ દોટ મૂકી હતી. તેમાં જે મહીલા પોતાના ઘરે જલદી પહોંચે છે તેના પર માતાજીની કૃપા વરસતી હોવાની માન્યતા છે.આ ઉજવણી પ્રસંગે ગામના ગોદરે મોટો મેળો ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો