• Gujarati News
  • ઋષીપંચમીએ મહિલાઓ સિદ્ધપુરની સરસ્વતી નદીમાં સ્નાન કરી શકશે

ઋષીપંચમીએ મહિલાઓ સિદ્ધપુરની સરસ્વતી નદીમાં સ્નાન કરી શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરની સરસ્વતી નદીનું અનેક ઘણું ધાર્મિક મહત્વ પુરાણોમાં દર્શાવ્યું છે. દેશ-વિદેશથી અહીં લોકો અસ્થિ વિસર્જન કરવા આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૩૦૦ કરતાં વધુ ગામોમાં કાવડ યાત્રીકો સરસ્વતીનું જળ લેવા આવતાં હોઇ સરસ્વતી નદીને પુન: વહેતી કરવા અને ચેકડેમ નર્મદાના નીરથી ભરવા લોક માંગણી ઉઠવા પામી છે. જે અંગે સાંસદ દિલીપભાઇ પંડયા સહિતના આગેવાનોએ તંત્રને રજૂઆત કરતાં સરસ્વતી નદીના નીરથી ઋષિ પાંચમે હજારો મહિલાઓ સ્નાન કરી શકે તે માટે નર્મદાના નીર ઠાલવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.
ચેકડેમ પાસે મો ાપીપંળો, કાર્તિકી પૂિર્ણમાનું ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણી સંગમે મોટો મેળો ભરાય છે. અહીં અસ્થિ વિસર્જન માટે હજારો લોકો દેશ-વિદેશથી શ્રદ્ધાપૂર્વક આવે છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાના દિવડા તરાવવા માટે અહીં આવે છે. પરંતુ સૂકીભઠ્ઠ સરસ્વતી નદીમાં ગાંડા બાવળ જોઇને નિસાસો નાંખે છે ત્યારે ચેકડેમ બારેમાસ નર્મદાના વહી જતાં પાણીથી ભરેલો રહે તેવી માગણી તેમજ લાગણી ઉભી થવા પામી છે.
આ સબંધે તંત્રનો સંપર્ક કરતાં ઉપરવાસમાં આવેલા ધરોઇ-મુકતેશ્વર ડેમ ઓવરફલો થાય તો તેનું વધારાનુ પાણી ચાટાવાડા કેનાલ દ્વારા સરસ્વતી નદીમાં ઠાલવીને ચેકડેમ ભરી શકાય છે. પરંતુ આ વર્ષે ધરોઇ ડેમ ઓવરફલો ન થઇ શકવાના કારણે ચેકડેમ ખાલી રહેવા પામ્યો છે. પરંતુ શ્રાવણ માસને લઇને ખોરસમ પ્રોજેકટ અંતર્ગત બ્રહ્માંડેશ્વર મહાદેવ પાસે પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણી પમ્પિંગ કરી ઠાલવવામાં આવી રાાં છે તેવું નાયબ કાર્યપાલક ઇજનેર યુ.ડી. રાવલે જણાવ્યું હતું.
સિદ્ધપુરમાં બારે માસ પાણી રહેશે
રાજયસભાના સાંસદ દિલીપભાઇ પંડયાએ જણાવ્યા મુજબ, સરસ્વતી નદીના ધાર્મિક મહત્વને લઇને નદીમાં બારે માસ પાણી રહે તે માટે સાબરમતી સરસ્વતી લીંક કેનાલને તાત્કાલીક રીપેર કરી તેના દ્વારા નદીમાં પાણી વહેવડાવવામાં આવી રાું છે. જયારે કાયમી ઉકેલમાટે લીંક કેનાલથી માધુપાવડીયા ચેકડેમના ૩.૫ કિમી સુધી આરસીસીની કેનાલ બનાવી હિંગળાજ માતાના મંદિરથી પાણી છોડવાની યોજના મૂકવામાં આવી છે. હાલે નદીમાંથી બાવળો કાઢવાનું કામ ચાલુ થઇ ગયું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.