ધનાસરા ગ્રામ પંચાયતના બોરનો કેબલ ચોરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયતા | સરસ્વતી તાલુકાના તાલુકાના ધનાસરા ગામ પંચાયતનો 15 મીટર જેટલો કેબલ તસ્કરો ચોરી ગયા હતા રવિવારના સવારે ગામ પંચાયત બોર ઓપરેટર વિષ્ણુભાઈ જોષી બોર ચાલુ કરવા જતા કેબલની ચોરી થઈ છે તેવી જાણ થતાં તુરંત ગામના સરપંચને જાણ કરી હતી. ગામના લોકો એકઠા થઈ ગયા હતા જેથી ગામના આગેવાન ભુરાભાઈ જોષી પાટણ જિલ્લા પ્રવક્તા કોંગ્રેસ અને તાલુકા સદસ્ય ડાયાભાઈ જોષી વાગડોદ પોલીસ સ્ટેશન જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...