ખારેડામાં મહાકાળી માતાના મંદિરે સંતવાણી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા | સરસ્વતી તાલુકાના ખારેડા ગામે મહાકાળી માતાના મંદિર પરિસરમાં મહંત શાંતિપુરી બાપુના અધ્યક્ષ સ્થાને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પાટણ, બનાસકાંઠા જિલ્લાના સંતો ભકતો મોટી સંખ્યામાં હાજર રહી ભજન સત્સંગનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે દાંતીવાડા રામનગર ધુણીના ભગવાનપુરી બાપુ, ભાભર તાલુકાના બેડા ગામના ભજનીક કલાકાર તારાબેન ઠાકોર,ખારેડાના સંતો ગણેશરામ, કપિલાબેન મહારાજ, માતમરામ સહીત સંતો ઉપરાંત સુરાણા, કાટેડીયા, આસેડા, સામઢી, નવા,ખારેડા વગેરે ગામોની ભકતમંડળીઓએ ભજનો રજૂ કર્યા હતા. પધારેલા સંતો ભકતોનું મહંત શાંતિપુરી બાપુ તથા સમસ્ત ગ્રામજનોએ આરતી પૂજન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...