સરસ્વતીના ધારુસણ ની મહિલા સ્વાઇનફ્લૂની ઝપટમાં સપડાઈ

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:30 AM IST
Sarasvati - સરસ્વતીના ધારુસણ ની મહિલા સ્વાઇનફ્લૂની ઝપટમાં સપડાઈ
ધારુસણ ગામના 50 વર્ષીય મહિલાને છેલ્લા પાંચેક દિવસથી શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી બીમારી જણાતા તેઓને પ્રથમ પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરી તેમને ધારપુર સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા. સિવિલમાં તેમના સ્વાબના સેમ્પલ લઇ અમદાવાદ ખાતે પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમને સીઝનલ ફ્લૂ( swine flu) પોઝિટિવનો રિપોર્ટ આવતા તેમણે આઈસોલેશન વોર્ડમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં તેમને ઓક્સિજન પર રાખી સારવાર આપી રહી છે.

આરોગ્ય તંત્ર દ્વારા ધારુસણ ગામમાં સીઝનલ ફ્લુ અંગે સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, તંત્ર ને અન્ય કોઈ કેસ મળી આવ્યો નથી. પરંતુ ફલૂની બીમારીની ઝપટમાં આવેલા મહિલાના સંપર્કમાં આવેલા તેમના કુટુંબના પાંચ સભ્યો પૈકી ત્રણ સભ્યોને તંત્ર દ્વારા સીઝનલ ફ્લૂની દવા આપવામાં આવી છે તેવુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવીએ જણાવ્યું હતું.

X
Sarasvati - સરસ્વતીના ધારુસણ ની મહિલા સ્વાઇનફ્લૂની ઝપટમાં સપડાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી