તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખેંચાતાં કપાસમાં સુકારો આવ્યો ખેડૂતો ચિંતામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તારમાં કપાસના વાવેતરમા સુકારો આવતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. આ વિસ્તારમાં અંદાજીત 4000 હેક્ટર જેટલું વાવેતર થયુ છે તેમાં ઓછા વરસાદના કારણે અને ભેજ ન મળવાથી કપાસના મૂળિયા બળી જવાથી કપાસના વાવેતરમાં સુકારો આવતા હવે કપાસના છોડ પર નવી ફુલ ભમરી બેસતી નથી જેથી ખેડૂત આલમમાં ચિંતા જોવા મળી છે.

મોરપા ગામના ખેડૂત અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કપાસ 10 -15 દિવસથી એકદમ સુકાઈ ગયા છે અને પાંદડા ખરી પડ્યા છે જેથી કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેઓએ જણાવ્યું હતું.

નાયતા ગામના યુવા અગ્રણી ખેડૂત મુકેશભાઈ રબારી એ જણાવ્યું હતું કે એક સપ્તાહથી બે વિઘામાં સુકારો આવતા તાત્કાલિક કપાસની વીણી ચાલુ કરી છે અને ઉત્પાદનમાં ઘટાડો થશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

વાગડોદ વિસ્તારમાં કપાસના વાવેતરમા સુકારો આવ્યો.-ભાસ્કર

પોષક તત્વોની ઉણપથી અને ગરમીના કારણે સુકારો આવ્યો
સરસ્વતી તાલુકાના મદદનીશ નિયામક પેટા વિભાગ પાટણ હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકામાં 4000 હેક્ટર જેટલું ચોમાસું સિઝનમાં કપાસનું વાવેતર થયેલ છે અને સુકારાનું મુખ્ય કારણ પોષક તત્વોની ઉણપથી અને ગરમીના કારણે કપાસના વાવેતરમાં સુકારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...