ખલીરપુર અને ઉંદરામાં સેવાસેતુમાં 4427 અરજીઓનો સ્થળ પર નિકાલ

નાયતા | સરસ્વતી તાલુકાના ખલીપુર અને ઉંદરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 4,427 અરજીઓનો સ્થળ પર નિકાલ કર્યો હતો. ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sarasvati - ખલીરપુર અને ઉંદરામાં સેવાસેતુમાં 4427 અરજીઓનો સ્થળ પર નિકાલ
નાયતા | સરસ્વતી તાલુકાના ખલીપુર અને ઉંદરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 4,427 અરજીઓનો સ્થળ પર નિકાલ કર્યો હતો.

સરસ્વતી તાલુકાના ખલીપુર અને ઉંદરા ગામે શુક્ર -શનિના રોજ બે દિવસ સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીમાં બંને ગામોની 4,427 અરજીઓનો સ્થળ પર નિકાલ કર્યો હતો અને ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 16 ગામોના લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આવકના દાખલા, રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, નવા વીજ જોડાણ, મેડિસિન સારવાર, પશુ સારવાર, જેવા પ્રશ્ન કાર્યક્રમમાં પૂરા કરવામાં આવે છે.

પાટણ જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય રાજગુરુના અધ્યક્ષસ્થાને અને ટીડીઓ એમ.એચ સોની નાયબ મામલતદાર એમ.કે ભીલ અને સરસ્વતી તાલુકાના અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો જેમાં ખલીપુર ગામે વારેડા, કુબા ઓઢવા, રૂગનાથપુરા, જામઠા, નવા બાવાહાજી બેપાદરની 2187 અરજીઅો અને ઉંદરા ગામે સરીયદ, ગોલીવાડા, સોપ્રા, દેલીયાથરા, લોધી, વધાસરની 2240 અરજીઅો આવી હતી. જે પૈકી કુલ 4,427નો સ્થળ પર નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં ખલીપુર ગામના સરપંચ રમેશજી ઠાકોર ઉંદરા ગામના સરપંચ ચેહરાજી ઠાકોર અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Sarasvati - ખલીરપુર અને ઉંદરામાં સેવાસેતુમાં 4427 અરજીઓનો સ્થળ પર નિકાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App