તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુરના સાદપુરામાં જૂની ગટર બંધ કરવાની હિલચાલ સામે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ્યાં સુધી નવી ના બને ત્યાં સુધી લાઇન ચાલુ રાખવા વારાહી મામલતદારને ગામલોકો દ્વારા રજૂઆત કરાઇ

સાંતલપુરતાલુકા સાદપુરા ગામે વર્ષો અગાઉ લાખોના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નખાયા પછી રોડ પણ બનાવી દેવાયો છે. જેમાં લોકોના ઘરોના વપરાશના અને વરસાદી પાણીનો નિકાલ થાય છે પણ ગટર બંધ કરી દેવાની હિલચાલ શરૂ થતાં આગામી દિવસોમાં પરેશાની સર્જાવાની ભીતિ સાથે ગ્રામજનોએ વારાહી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગ્રામજનોએ નાયબ મામલતદારને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગટર બંધ કરવામાં આવશે તો પાણી શેરીઓમાં રેલાશે અને તેનાથી ગંદકી ફેલાશે. નવી ગટર બને ત્યાં સુધી જૂની ગટર લાઇન ચાલુ રાખવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ગટર બંધ કરી દેવામાં આવશે તો વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી જશે તેવી ભીતિ પંચાલ કાળુભાઇ, સાધુ કરશનદાસ, ચૌધરી નરસિંહભાઇ, ચૌધરી દેવરાજભાઇ, પ્રજાપતિ કાન્તીભાઇ, ગોસ્વામી રમેશપુરી સહિતના ગ્રામજનોએ વ્યકત કરી છે. તંત્રએ યોગ્ય કરવા જણાવ્યું હતું.

સાદપુરા ગામના લોકોએ ભૂગર્ભ ગટર લાઇન મામલે વારાહી મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તસવીર-પ્રકાશ સોની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો