17 બેરલ તેલ સાથે પાંચ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનાવિડજ ગામે ટેન્કરમાંથી તેલ ચોરીનું કૌભાંડ ચાલતુ હોવાની બાતમી આધારે કડી પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઇ. સહિતે ઓચીંતી રેડ પાડી ચોરી કરાયેલ તેલના 17 બેરલના જથ્થા સાથે કુલ રૂ. 355295 ના મુદામાલ સાથે પાંચને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરેલ છે.

કડીના વિડજ ગામ સ્થિત હોટલ રાજધાની પાસે કેટલાક ઇસમો તેલ ભરીને પસાર થતા ટેન્કરોમાંથી તેલ ચોરી કરવાનું કૌભાંડ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ કરી રહ્યા હતા. દરમિયાન કડીના ઇન્ચાર્જ પી.એસ.વાય.જે.રાઠોડ સહિત ડીસ્ટાફને ઉંઘતા રાખી રવિવારને સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઇ. વી.એલ.પટેલ સહિત સ્ટાફે ઓચીંતી રેડ પાડતા તેલચોરોમાં દોડધામ મચી ગઇ હતી. રેડ દરમિયાન ચોરી કરી એકઠું કરેલ 2890 લીટર તેલ કિં. રૂ. 177295 નું પોલીસે ઝડપી લીધુ હતુ. તેમજ અશોક લેલન લોડીંગ વાહન કિં.રૂ. 150000 નુ તથા ચાર મોબાઇલ કિ.રૂ. 2000 અને રોકડા રૂ. 26000 મળી કુલ રૂ. 355295 ના મુદામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ કડી પોલીસ મથકે ગુનો નોંધી ફરાર ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલ ઇસમો:

સુનિલ રણછોડભાઇ રામી, બનાસકાંઠા-કડી, દિપક કાંતિભાઇ પરમાર, રોહિતવાસ-કડી, પ્રવિણ ગેલાભાઇ વાઘેલા-કીડીયાનગર, તા.રાપર (કચ્છ), માનસિંહજી મુળુજી વાઘેલા, વિડજ, અયુબભાઇ અલીમહમદ રાઉમા, આતરનેશ તો સાંતલપુર.

ફરાર ઇસમો

ગીરીશ પરમાર, ભાવેશ ઇશ્વરભાઇ રામી, બાબુ હિરાભાઇ પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...