• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Santalpur
  • સાંતલપુરમાં પ્રધાનમંત્રી યોજનામાં મંજૂર થયેલ આવાસમાં તિકડમની રાડ

સાંતલપુરમાં પ્રધાનમંત્રી યોજનામાં મંજૂર થયેલ આવાસમાં તિકડમની રાડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર તાલુકામાં આવાસ વિહોણા ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2290 મકાનો મંજૂર થયા છે અને 90 ટકા અરજદારોને પ્રથમ તબક્કાનો હપ્તો પણ ચૂકવાઇ ગયો છે પણ બીજા હપ્તા માટે એજન્ટો દ્વારા 10-10 હજાર જેટલી લાંચની માગણી કરાતી હવાની રાડ ઉઠવા પામી છે આ બાબતે તાલુકા સત્તાધીશોને રજૂઆત કરાઇ છે પણ મિલીભગત હોઇ કોઇ કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદ ઉઠી છે.

આ બાબતે વૌવાગામના આગેવાનો દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત કરાયા બાદ લુણીચણા ગામના રહીશ વરસંગભાઇ ઠાકોરે પણ લેખિતમાં રજૂઆત કરીને ફરિયાદ કર્યા મુજબ જે લોકોના પાકા ધાબાવાળા મકાનો છે તેવા લોકોને સરકારી આવાસ ફાળવી દેવાયા છે જ્યારે સાચા ગરબ પરિવારો આ લાભથી વંચિત રહી ગયા છે. આ બાબતે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં તંત્ર વાત સાંભળતું નથી.

સરદાર આવાસ, ઇન્દિરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મંજૂર થયા છે તેમાં પણ જેને ઝૂંપડું નથી તેવા ગરીબોને વંચિત રાખી અન્યાય કરી કેટલાકને મકાન બનાવ્યા વગર બિલ ચૂકવી દેવાયા જ્યારે જેઓએ મકાન બનાવ્યા છે તેમને બીજો હપ્તો ચૂકવવા રૂ.10 હજાર માગવામાં આવતા વારાહી તા.પં. કચેરીમાં તાજેતરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા યોજનાના મકાન પૂર્ણ કરવા માટે તલાટીઓની મીટીંગ યોજી હતી ત્યારે પણ તેઓ સમક્ષ અહીં એજન્ટ પ્રથા ચાલતી હોઇ તેને દુર કરવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...