તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Santalpur
  • સાંતલપુરતાલુકાના વારાહી ખાતે ભૂગર્ભ ગટરના ભંગાણ સર્જાતા શાન્તીનગર સોસાયટી

સાંતલપુરતાલુકાના વારાહી ખાતે ભૂગર્ભ ગટરના ભંગાણ સર્જાતા શાન્તીનગર સોસાયટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુરતાલુકાના વારાહી ખાતે ભૂગર્ભ ગટરના ભંગાણ સર્જાતા શાન્તીનગર સોસાયટી જીવરાણીવાસ અને મુખ્ય બજાર વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ફરતા થયા છે. તેથી ત્રાહિમામ પોકારેલા રહિશોએ તંત્રને રજુઆત કરવા છતા પરિસ્થિત જૈસે થે તેવી બની રહી છે.

વારહીમાં બે વર્ષ અગાઉ ભુગર્ભ ગટરના સાત કરોડના ખર્ચે તૈયાર કરાઇ હતી. જેની પરિસ્થિતી શાન્તિનગર સોસાયટી, જીવરાણીવાસ, મુખ્ય બજારમાં ભંગાણ સજાર્તા છેલ્લા બે મહિના ગટરના ગંદા પાણી રસ્તામાં રેલાતા રહિશો ત્રાહિમાંમ પોકારી ઉઠ્યા છે. અંગે સ્થાનિક રહિશો પ્રકશભાઇ સોની, નસિબખાન હાજીખાન, અસરફખાન મલીક, પંચાયત સભ્ય નસીબખાન સોમાજી સહિતના ગંદકી બાબતે ટીડીઓ, કલેકટર લેખિત મૌખિક રજુઅાત કરી હતી. પરંતુ એક માસ જેટલો સમય થવા આવ્યો પરીસ્થિત કોઇ ફેર ફાર થયો નથી. અને તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે લાખો રૂપિયા સફાઇની ગ્રાન્ટો આવેશેે. પણ તંત્ર ગટર કેમ સાફ કરતુ નથી.

અન્ય સમાચારો પણ છે...