તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Santalpur
  • Santalpur સાંતલપુર તાલુકામાં ગૌસંચાલકો અને ખેડૂતોને ગૌવંશ બચાવવા મુશ્કેલ બન્યું

સાંતલપુર તાલુકામાં ગૌસંચાલકો અને ખેડૂતોને ગૌવંશ બચાવવા મુશ્કેલ બન્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાહી | સાંતલપુર તાલુકામાં ચાલુ સાલે નહિવત વરસાદ પડતા ગૌ શાળાના સંચાલકો દ્વારા ગૌશાળાઓ , ખેડૂતો દ્વારા પશુધન બચાવવાનું મુશ્કેલ બની રહ્યું છે તાલુકાના ખેડૂતો ઉપર કુદરત રૂઠી પણ સરકાર પણ રૂઠી છ. નહિવત વરસાદ પડવાને કારણે ગોવંશ બચાવો બહુ મુશ્કેલ બની રહી છે.

વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં 5500 જેટલો ગૌવંશને જીવતા રાખવા ઘાસ 50 રૂપિયે પણ મળતો નથી તેમ જણાવી સહાયની માંગ કરી
સાંતલપુર તાલુકામાં ત્રણ ગૌશાળાઓ વિરેશ્વર ગૌશાળા, સાંતલપુર રામદેવ ગૌશાળા, કોરડા અને ભીડ ભજન હનુમાનજી ગૌશાળા વારાહી ખાતે આવેલ છે અત્યારની પરિસ્થિતિમાં ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં 5500 જેટલો ગૌવંશ છે સરકાર દ્વારા ચાર મહિના અગાઉ બનાસકાંઠાના જિલ્લાના ગૌપ્રેમીઓ દ્વારા આંદોલન કરતાં તેમને સરકાર દ્વારા ફિ ઘાસ આપવામાં આવેલ જ્યારે તે સમય દરમિયાન વારાહી ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારને ફ્રી ઘાસ માટે સરકારને રજૂઆત કરેલ પણ સહાય આપવાને બદલે ગૌશાળાના ટ્રસ્ટી રજનીભાઈ જોટાની પોલીસ દ્વારા અટક કરેલ.

ગૌભક્ત નરપતસિંહ વાઘેલા જણાવ્યુ કે ગૌશાળામાં જેટલો પણ ગૌવંશ આવશે એટલો ગૌવંશ સ્વીકારવા માટે તૈયાર છે અમારાથી પૂરું નહીં થાય તો ગમે ભૂખે મરીશું પણ કતલખાને જવા દેશો નહિ તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે એવી એક જ ગૌશાળા છે જે બિમાર ગાયોની પણ લઈ લેવા માટે તૈયાર છે જે પહેલા ઘાસનો પૂળો દસ રૂપિયા મળતો હતો કે અત્યારે ઘાસનો 50 રૂપિયા પણ મળતો નથી તે કહિને સહાયની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...