તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોઝુ પાટિયા પાસે બોલેરો પલટી,1 મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોઝુ પાટિયા પાસે ગુરૂવાર સાંજના અરસામાં એક બોલેરો ગાડી પેસેન્જર ભરી જઇ રહી હતી અચાનક ચાલક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ચોકડીમાં પલટી મારતા ગાડીમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ મોત થયું અને ચાર મુસાફરોને ઘાયલ થયા હતા.

સાંતલપુરના રોઝુ પાટિયા પાસે ગુરૂવારના ચાર કલાકે પેસેન્જર ભરીને જઈ રહેલી બોલેરો ગાડી (જીજે 21 એલ 2227)ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ચોકડીઓમાં પલટી મારી ગઇ હતી. તેમાં સવાર મુસાફરોમાં એકનું મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણાને સામાન્ય ઈજા થતાં તેમને સાંતલપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરીવારજનોને જાણ થતાં હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

મૃતક

કોળી ઝિણીબેન નારણભાઈ ઉંમર 25

ઇજાગ્રસ્ત

દેવીબેન સામતભાઈ કોળી

રવીનાબેન સામતભાઈ કોળી દિનેશભાઈ કોળી રહે.સાંતલપુર

રમીલાબેન હાસાભાઈ રહે.ખિમાસર

અન્ય સમાચારો પણ છે...