તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Santalpur
  • Santalpur લુણીચણામાં પૂર સંરક્ષણ દીવાલ, રોડ પાણીની લાઇનના કામોમાં ભષ્ટ્રાચાર

લુણીચણામાં પૂર સંરક્ષણ દીવાલ, રોડ પાણીની લાઇનના કામોમાં ભષ્ટ્રાચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર | સાંતલપુરના લુણીચણામાં તાલુકા પંચાયત દ્વારા પુર સંરક્ષણ દિવાલ, સીસી રોડ અને પાણીની પાઈપ લાઈનામાં ભષ્ટ્રાચાર મામલે વારંવાર રજૂઆત કરવા છંતા પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી.

વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી નથી
સાંતલપુરના લુણીચણામાં તાલુકા પંચાયત દ્વારા પુર સંરક્ષણ દિવાલ પાસ થઈ હતી જે ગામમાં બનાવવાની જગ્યાએ હાલના તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન ઠાકોરના પતિ કાળુભાઈ દ્વારા દીવાલ તેમના ભાઈ ભુપતભાઈ મનસુખભાઈ ઘરની આજુબાજુ બનાવેલ છે. ગામમાં આંગણવાડીથી પ્રાથમિક શાળા સુધી સીસી રોડ બેથી ત્રણ વખત કાગળ ઉપર બોલે છે. આ રોડ 2015 અને 2017માં પણ પાસ થયો હતો પણ બનાવ્યા વિના બિલ ઉપાડી લેવામાં આવેલ છે તે જગ્યાએ 2018માં બ્લોકનો રોડ પાસ થયો તે બનાવવામાં આવે છે પગી વાસમાં 2015-16 પાણીની પાઈપલાઈન નાખવા માટે બે લાખ રૂપિયા મંજૂર થયેલ હતા પણ તે પાઇપલાઇન નાખ્યા વગર બિલ ઉપાડી લેવામાં આવેલ છે આ બાબતે વરસીંગભાઇ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી નથી.

સાંતલપુર તાલુકામાં વિકાસના કામો થયેલ ભ્રષ્ટ્રાચાર બાબતે કેટલાય અરજદારો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ જાતની તપાસ કરી નથી. જે અરજદારો દ્વારા અરજીઓ કરે તે અરજીનો જવાબ આપેલ નથી. લુણીચણા ગામના વરસંગભાઈ ઠાકોર દ્વારા આ કામ બાબતે આરટીઆઈથી માંગણી પણ કરેલ છે. આ તાલુકામાં વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટ્રાચાર બાબતે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પણ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા તપાસ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...