• Gujarati News
  • અમીરગઢ પંથકમાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટુ પડયું

અમીરગઢ પંથકમાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટુ પડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તારમાં સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જયાં આકાશમાં વાદળો ગોરંભાયા હતા. દરમિયાન અમીરગઢપંથકમાં કરા સાથે જયારે દાંતા-અંબાજી હડાદપંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એકમાસમાં વારંવાર વાતાવરણમાં પલટો આવી રાો છે. જયાં છેલ્લા એક સપ્તાહથી દેહ દઝાડતી ગરમીથી માનવ-પશુ અને પંખીઓ ત્રાહિમામ્ પોકારી રાા છે. આવી સ્થિતિ વરચે સોમવારે બપોર બાદ પૂર્વ વિસ્તારના અમીરગઢ, અંબાજી, દાંતા અને હડાદપંથકમાં એકાએક વાતાવરણ પલટાયુ હતું. જયાં અમીરગઢપંથકમાં પવનના સુસવાટા તેમજ કરા સાથે પંદર મિનીટ સુધી કમોસમી વરસાદનું ઝાપટુ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ રોડ ઉપર પાણી ભરાઇ ગયા હતા.
દાંતા-હડાદપંથકમાં વીજપુરવઠો ખોરવાયો
દાંતાપંથકમાં સોમવારે બપોરે ૩:૩૦ કલાક બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. જયાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ધેરાઇ ગયા હતા. અને મેઘગર્જના સામે એકાએક કમોસમી વરસાદી ઝાપટુ પડયું હતું. ધીમી ધારે પડેલા વરસાદથી માર્ગોઉપર પાણી રેલાયા હતા. . જોકે, હડાદપંથકમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડતાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જયારે અંબાજીપંથકમાં પણ હળવા વરસાદના ફોરા પડયા હતા.
અમીરગઢપંથકમાં સોમવારે બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું હતું. જયાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.- ભવર મીણા