• Gujarati News
  • હારિજ અને સમીના ખેતરોમાં બીટી કપાસ, દિવેલાના પાકો બગડ્યા

હારિજ અને સમીના ખેતરોમાં બીટી કપાસ, દિવેલાના પાકો બગડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંપ્રથમ વરસાદ સાથેજ મેઘરાજાએ એક સાથે પાણી વહેતા કરી દીધા હતા જ્યારે સમગ્ર જગતનો તાત બીટી કપાસ કઠોળ બાજરી અને ઓગસ્ટમાં દિવેલાની વાવણી કરી છે.જ્યારે બીજા વરસાદની અતુરતાથી રાહ જોવાઇ રહી છે ત્યારે મેઘરાજા હાથતાળી આપી રહયા છે તેને ધ્યાને લઇ સરકાર દવારા નર્મદાની બ્રાન્ચ અને સબ માઇનોર કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.કઠોળ બાજરી ઘાસચારો બીટી કપાસ અને દિવેલાના પાકો લહેરાઇ રહયા છે. ત્યારે વરસાદ નહી પડતા ખરીફ પાકો પાણી વગર નરમ પડવા લાગ્યા છે. જશોમાવ ગામના ખેડુત કલાજી ઠાકોરના જણાવ્યા મુજબ દિવેલાના અને બીટી કપાસના વાવેતરને એક દોઢ માસ જેટલો સમય થઇ ગયો છે. દિવેલાનો પાક પ્લોટમાં અંદાજે સાત આઠ માસ સુધી ઉભોરહેતો હોય છે.તેથી તેને બચી શકાય તે માટે સત્વરે પાણી નર્મદાની બ્રાન્ચ અને માઇનોરમાં છોડવું જોઇએ.