તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાને 6 તોલાનો સોનાનો હાર મૂળ માલિકને પરત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોલાડા ગામના યુવકને ખંડિયા પાસે રોડ પરથી થેલી મળી હતી

શંખેશ્વરતાલુકાના નાડોદા ભાવનાબેન લક્ષ્મણભાઈ રહે.કુવારદ, શંખેશ્વરથી લોલાડા જવા બાઇક ઉપર નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ખંડીયા ગામની બાજુમાં પ્લાસ્ટીકની થેલી રોડ ઉપર પડી ગઇ હતી. જેમાં 6 તોલાનો સોનાનો હાર અને કપડા હતા. જે લોલાડા ગામના ઠાકોર કાળુજી રતુજી કે જેઓ કમાન્ડર ગાડી ભાડે ફેરવી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમને થેલી મળી હતી. તેમને સહેજ પણ લાલચ રાખ્યા વગર લોલાડા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ગામના મહેમાન બનીને આવ્યા હશે એવી ધારણા સાથે વાતની જાણ તેમણે ગામના ભરતભાઇ રાઠોડ અને રોહિતભાઇ ખેરને કરી હતી. તેમણે તપાસ કરતા થેલી કુવારદ ગામના ભાવનાબેનની હોવાની માલુમ થયું હતું અને ઠાકોર કાળુજીએ પોતાના હાથે સોનાનો હાર પરત કરી પ્રમાણિકતા બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...