તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવદથી નીકળતી લોટશ્વર માઇનોર કેનાલ તૂટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીતાલુકાના રવદ ગામની સીમમાંથી પસાર થતી લોટેશ્વર માઇનોર કેનાલમાં ઓચિંતુ ગાબડું પડતા કેનાલ કિનારે આવેલા દિવેલાના અને જીરૂના ઉભા પાકમાં પાણી ફરી વળતાં દિવેલાના પાકમાં નુકશાન થઇ શકે તેવું નહીવત છે પણ પાકી ગયેલા જીરૂના પ્લોટમાં પાણી છલોછલ ભરાઇ જતા જીરૂના માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

રાજપુર બ્રાન્ચ કેનાલમાંથી પસાર થતી લોટેશ્વર માઇનોર કેનાલ તારોરા, રવદ, પાલીપુર થઇ લોટેશ્વર તરફ જાય છે. જેમાં ગુરૂવારની રાત્રીએ રવદની સીમમાં પટેલ જયેન્દ્રકુમાર મફતલાલ સર્વનં-11 ખાનં-360 ના 15 વીઘા જમીનમાં જીરૂનો પાક ઊભો છે અને જીરૂ નો દાણો પાકી જવાની પણ તૈયારીમાં છે. ત્યારે તેમના જીરાના પ્લોટના કિનારે લોટેશ્વર માઇનોર કેનાલ જઇ રહે છે. રાત્રીના સુમારે અચાનક કેનાલમાં ગાબડુ પડતા પહેલા 10 વીઘાના દિવેલાના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.

ત્યારે તૈયાર પાક પાણી થી તરબોડ થઇ જતા ઉત્પાદનમાં મોટો ફટકો પડવાની સંભાવના છે. જેથી ખેડૂત ચિંતાતુર બની જવા પામ્યો છે. ખેડૂતે સવારે કેનાલ ઓપરેટરને જાણ કરતા પાણી બંધ કરી દીધા હતા અને તાબડતોડ સવારે નાયબ કાર્યકારી ઇજનેર રૂબરૂ મુલાકાત લઇ મશીન મૂકી જીરૂના પાકમાંથી પાણી ખાલી કરવા સૂચન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે 15 વીઘા જીરૂના પલોટમાં ખેત મજૂરીના ભાગ તરીકે મહેનત મજૂરી કરી ઠાકોર નટુજી હેમુજીએ જીરૂનું વાવેતર કર્યું હતું. જે ખેતમજૂરનું રવદ ગામે બુધવારના રોજ કાચુ ઝુંપડું આગમાં બળીને ખાખ થઇ ગયું હતું. તે ખેતમજૂરના જીરા પાકમાં પાણી ફરી વળતા પડ્યા ઉપર પાટુ વાગવાની સ્થિતી સર્જાઇ છે.

ખેડૂતના જણાવ્યા મુજબ જીરૂ પાકમાં પાણી ફરી વળતા તેની ગુણવતા બગડી જાય છે. જીરૂ કાળુ પડી જાય છે. અને ઉત્પાદન અને વજનમાં હલકુ પડી જતા પચાસ ટકાથી પણ ઓછું ઉત્પાદન થઇ જશે.

સમીના રવદની સીમમાં લોટશ્વર માઇનોર કેનાલમાં ગાબડું. }જીતુ સાધુ

અન્ય સમાચારો પણ છે...