• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમીમાં કમોસમી છાંટણાથી ચણા, જીરું પાકને મોટો ફટકો પડવાની ભીતિ

સમીમાં કમોસમી છાંટણાથી ચણા, જીરું પાકને મોટો ફટકો પડવાની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકામાં 15225 હેક્ટર ચણા અને 9962 હેક્ટર જીરુંના વાવેતર

સમી તાલુકામાં ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિ અને પૂર હોનારતે કાળો કેર વર્તાવતા ધરતી પુત્રોને ભારે નુકસાન થયું હતું.ખરીફપાકો સંપુર્ણ નિષ્ફળ ગયા હતાં. ત્યારે રવિપાકની સીઝનમાં ખેડૂતોએ જીરું, ચણા, ઘઉં, મેથી, સવા, રાઇ, દિવેલા, કપાસ જેવા પાકોના વાવેતર કર્યા છે. ત્યારે ઓચિંતો હવામાનમાં પલટવાર થતાં માવઠું થાય તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. અને ટપક ટપક છાંટણા પણ થઈ રહ્યા છે. ત્યારે ચાસવા બિનપિયત ચણા અને પિયત તથા બિનપિયત જીરું, કપાસ જેવા પાકને ભારે નુકસાન થાય તેવી ભીતિ રહેલી છે.

કમોસમી વરસાદ થાય તો કિસાનોને ઉત્પાદનમાં મોટી અસર : ખેતી વિસ્તરણ અધિકારી

સમીખેતી વિસ્તરણ અધિકારી શિવાભાઇ પટેલના જણાવ્યા મુજબ તાલુકામાં ચોમાસામાં ખેતરો પાણીથી ભરાયેલા હતાં. જેના કારણે જમીનોમા પાણી ઓસરતા બિનપિયત ચણાના વાવેતર ખુબ મોટા પ્રમાણમાં 15225 હજાર હેક્ટરમા થયાં છે. જેમા ચણાના પાંદડાં પર જે ક્ષાર હોય છે. તેં મુખ્યત્વે ચણાના દાણાને વજનદાર અને વૃદ્ધિ આપતાં હોય છે. જે માવઠાની અસર થાય તો પાણીથી ક્ષાર ધોવાઈ જાય છે. જેના કારણે ઉત્પાદનમાં ભારે અસરકારક નીવડે છે. વિસ્તારમાં જીરુંના વાવેતર 9962 હજાર હેક્ટરમાં થયાં છે. જીરું પાકને ભેજ પ્રમાણ વધવાથી કોળિયો, છછીયો આવવાની ભીતિ રહેલી છે. માટે કમોસમી વરસાદ થાય તો કિસાનોને ઉત્પાદનમાં મોટી અસર કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...