તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનો સૌથી મોટો જુગાડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો

ઉ.ગુ.ની 27 બેઠકોમાં ભાજપે પાંચ કોંગ્રેસે 7 પાટીદારોને ટિકિટ આપી

ભાજપે એક, કોંગ્રેસે બે મહિલાને ટિકિટ અાપી : ખેડબ્રહ્મા, વાવ અને ઊંઝામાં મહિલા ઉમેદવાર : મહિલા સશક્તિકરણની વાતો કાગળ ઉપર

ઉત્તર ગુજરાતમાં મહિલાઓને માત્ર 11 ટકા પ્રતિનિધિત્વ

બળવો ટાળવા માટે નાછૂટકે જૂના જોગીઓને મેદાનમાં ઉતારાયા

ઉ.ગુ.માં બંને પક્ષોની સેફ ગેમ : કોંગ્રેસે બે અને ભાજપે એક ધારાસભ્યનું પત્તુ કાપ્યું

ભાજપે 11, કોંગ્રેસે 9 ધારાસભ્યો રિપીટ કર્યા

સોમવારેફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં રાતના અંધારા લેવા પડ્યા હતા. છેલ્લી ઘડી સુધી જો અને તો ના ગણિત, જ્ઞાતિ -જાતિના અંકોડાની મેળવણી અને સમજાવટના પ્રયાસો બાદ આખરી નામ જાહેર કરાયા હતા. જેમાં ભાજપે 11 અને કોંગ્રેસે નવ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય ધારસી ખાનપુરાને પડતા મૂકયા છે. જ્યારે ભાજપે પાટણના રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકોરની ટિકિટ કાપી નાખી છે. ત્રણેય બેઠકો ઉપર વર્તમાન ધારાસભ્ય સામે અસંતોષ ખાળવા નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

ઉપરાંત, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિજાપુરના ધારાસભ્ય પી.આઇ. પટેલને કોંગ્રેસે ટિકિટ આપી નથી. જ્યારે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને જીઆઇડીસી ચેરમેન બનાવતાં તેમણે સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તો સાબરકાંઠામાં બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોઇ પક્ષમાંથી અહીં ચૂંટણી મેદાનમાં નથી. જ્યારે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા વખતે સુરેન્દ્રનગરની દસાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલા સામેના વિરોધને જોતાં કોંગ્રેસે તેમને ઇડર બેઠક પર ખસેડ્યા છે. જ્યાં તેઓ અગાઉ લડી ચૂક્યા છે.

બેઠક ભાજપ કૉંગ્રેસ

બનાસકાંઠા

વાવશંકરભાઈચૌધરી ગેનીબેન ઠાકોર

થરાદપરબતભાઈપટેલ ડી.ડી.રાજપૂત

ધાનેરામાવજીભાઈદેસાઈ નથાભાઈ પટેલ

દાંતામાલજીભાઈકોદરવી કાંતિભાઈ ખારાડી

વડગામવિજયચક્રવર્તી -

પાલનપુરલાલજીભાઈપ્રજાપતિ મહેશભાઈ પટેલ

ડીસાશશીકાંતપંડ્યા ગોવાભાઈ રબારી

દિયોદરકેશાજીચૌહાણ શિવાભાઈ ભુરિયા

કાંકરેજકીર્તિસિંહઝાલા દિનેશ ઝાલોરા

પાટણ

રાધનપુરલવીંગજીઠાકોર અલ્પેશ ઠાકોર

ચાણસ્માદિલીપજીઠાકોર રઘુભાઇ દેસાઇ

પાટણરણછોડભાઇદેસાઇ ડો.કિરીટ પટેલ

સિદ્ધપુરજયનારાયણવ્યાસ ચંદનજી ઠાકોર

મહેસાણા

ખેરાલુભરતસિંહડાભી રામજીજી ઠાકોર

ઊંઝાનારાયણભાઇપટેલ ર્ડા.આશાબેન પટેલ

વિસનગરઋષિકેશપટેલ મહેશ પટેલ

બહુચરાજીરજનીભાઇપટેલ ભરતજી ઠાકોર

કડીકરશનભાઇસોલંકી રમેશભાઇ ચાવડા

મહેસાણાનીતિનભાઇપટેલ જીવાભાઇ પટેલ

વિજાપુરરમણલાલપટેલ નથાભાઇ પટેલ

સાબરકાંઠા-અરવલ્લી

હિંમતનગરરાજેન્દ્રસિંહચાવડા કમલેશ પટેલ

ઇડરહિતેશકનોડિયા મણિલાલ વાઘેલા

ખેડબ્રહ્મારમીલાબેનબારા અશ્વિન કોટવાલ

ભિલોડાપી.સી.બરંડાર્ડા.અનિલજોષીયારા

મોડાસાભીખુસિંહપરમાર રાજેન્દ્રસિંહ ઠાકોર

બાયડઅદેસિંહચૌહાણ ધવલસિંહ ઝાલા

પ્રાંતિજરાજેન્દ્રસિંહપરમાર મહેન્દ્રસિંહ બારૈયા

સામાજિક સમીકરણ આંકડામાં

ક્ષત્રિય-ઠાકોર 19

પાટીદાર 12

અનુ. જનજાતિ 06

અનુ. જાતિ 06ચૌધરી 02

બ્રાહ્મણ 02

પ્રજાપતિ 01

દેસાઇ 04

મહેસાણા : ઉ.ગુ.માં પાટીદાર અનામત આંદોલનની તીવ્ર અસર જોવા મળી હતી. છતાં ભાજપે વખતે સૌથી મોટો જુગાડ ખેલ્યો છે. માત્ર મહેસાણા જિલ્લામાં પાંચ પાટીદારોને ટિકિટ આપી છે. બાકીના ચાર જિલ્લામાં એકપણ ટિકિટ આપી નથી. સામે પક્ષે કોંગ્રસે મહેસાણામાં ચાર પાટીદારોને ટિકિટ આપી છે. તેમજ પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક-એક ટિકિટ આપી પાટીદારોને પોતાની તરફ ખેંચવા રણનીતિ અપનાવી છે.

અન્ય સમાચારો પણ છે...