સમીના 7 ગામો સંપર્ક વિહોણા બની ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારેવરસાદમાં સમી પંથકમા 7 ગામો સંપર્ક વગરના બની ગયા હતા જ્યારે હારિજ તાલુકાના ગોવના ગામનું વિશાળ સિંચાઇ તળાવ વર્ષો બાદ ઓલરફ્લો થતા તંત્ર દ્વારા તાબડતોબ પાળા બાંધીને પાણીને ગામમાં ઘૂસતું અટકાવી દીધું હતું. હારિજ સમીના નીચાણવાળા વિસ્તારોના મકનોમાં પાણી ઘૂસી જતા અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું હતું.

વરસાદની ઘેરી અસર થતા સમી તાલુકાના ભેમાસર દાદર, અદગામ, લાલપુર, જેરામનગર, જાખેલ નાના જોરાવર પુરા ગામોનો સંપર્ક તૂટી જતા લોકો હાલાકીમાં મૂકાયા હતા. જ્યારે હારસ્જ તાલુકામાં ગોવના જમણપુર સિંચાઇ તળાવ વરસાદી પાણીથી ઓવરફલો થઇ જતા પાણી ગામમાં ઘૂસી જવાની સ્થિતિ ઉભી થઇ હતી પણ તંત્રની ટીમે પાળા બાંધી લઇને પાણીને અટકાવી દેતા લોકોએ રહાતનો દમ લીધો હતો.

હારિજ તાલુકામાં સર્જાયેલી તારાજીમાં વિજળીના 5થી વધુ થાંભલાઓ તૂટી પડ્યા હતા.વઢીયાર પંથકમાં 130થી વધુ પશુઓના મોત થયા હતા. હારસ્જમાં 3 જેટલા વૃક્ષો પડી ગયા હતા. હારિજ તળાવ ઓવરફલો થતા મહેસાણા હાઇવે પર ત્રણ ચાર ફુટ પાણી ફરતા થયા હતા. દેવકુટીર અને અંબેશ્વર સોસાયટીમાં પાણી ભરાઇ રહ્યા હતા. મધુવનસોસાયટીનો ગેટ તૂટી ગયો હતો. દરજી સોસાયટીથી ઇશ્વર પાર્ટીપ્લોટ, સોમનાથનગરમાં પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...