ધર્મશાળાના કામ કરવા માટે બે દિવસ અગાઉ આવ્યો હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વરખાતે આવેલ હાલારી ધર્મશાળામાં ઉપધાનતપ શરુ થઇ રહયા હતા ત્યારે રસોડામાં કામ કરવા આવેલ મજૂરે સોમવારે મોડી રાત્રેે ગળે ફાંસો આપઘાત કરી લેતાં ચકચાર અને આઘાતની લાગણી ફરીવ ળી હતી.પોલીસે મામલે તપાસ હાથ ધરી છે.

અત્રેની હાલારી ધર્મશાળામાં 30નવેમ્બરથી ઉપધાનતપ શરૂ થવાના છેજેનો રસોડા અને લેબર કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો ત્યારે રસોઇ વીભાગમાં મજુરી કામ કરતા રાજુ નેપાળીનામના યુવાને કોઇ અગમ્યકારણોસર રસોઇના તંબુની પાછળ આવેલ ઝાડીમાં લીમડાના ઝાડ પર કપડાથી લટકી જઇ ફાંસો ખાઇ લીધો હતો. રસોડા વિભાગના મુકાદમ શ્રીરામ સ્વરૂપપટેલે પોલીસને જણાવ્યા મુજબ સવારે અમને જાણ થતાં તેને અમે નીચે ઉતાર્યો હતો પણ તે મૃતજણાતાં મેનેજરને જાણ કરી હતી.

મૃતક યુવક રાતે 12 વાગ્યા સુધી જાગતો હતો ત્યરાબાદ આપગલું ભર્યું છે.તેના નામ સરનામાની ઓળખ થઇ નહોતી.જે ઘણા સમયથી અમારી સાથે કામ કરતો હતો.મૃતકની લાશને પીઅેમ માટે શંખેશ્વર પીઓચસીમાં લઇ જવાયો હતો પણ પીએમ રુમ નહોઇ લાશ 6 કલાક રઝળતી રહી હતી. છેવટે સમી લઇ જઇ પેનલ ડોકટરથી પીઅેમ કરાયું હતુ઼.આ ઘટના અંગેધર્મશાળાના મેનેજર અજીતભાઇ ગઢવીએ શંખેશ્વર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...