• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • ગોચનાદ ગ્રામજનોએ રેસ્કયુ કરી 31 લોકોને બચાવ્યા : બે લાપતા

ગોચનાદ ગ્રામજનોએ રેસ્કયુ કરી 31 લોકોને બચાવ્યા : બે લાપતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ | સમીતાલુકાના ગોચનાદગામે ખેતરોમાં વસવાટ કરતા 33 લોકો રવિવારે વરસાદમાં ફસાયા હતા.જેમાંથી ગામજનોએ દોરડા બાંધી અને સ્થાનીક તરવૈયાઓની મદદ લઇને 31 લોકોને બહાર કાઢ્યા હતા પરંતુ વિરમભાઇ માધુભાઇ ઠાકોર અને બબીબેન વિરમજીનો મંગળવાર બપોરે 1 કલાક પછી મોબાઇલ પર સંપર્ક તૂટી ગયો હતો.બુધવારે ગામજનોએ તે સ્થળની તપાસ કરતાં ત્યાં છાપરાનું નામ કે નિશાન હોઇ ગામજનો બન્ને પતિ- પત્ની પાણી પ્રવાહમાં તણાઇ ગયા હોય તેવું માનવામાં આવી રહ્યુ છે.

ગોચનાદ ગામના પૂર્વ જિલ્લા ડેલીકેટ બચુજી ગોંવિદજી ઠાકોરે જણાવ્યું કે બાબતે મોબાઇલથી મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચસ્તરે સંપર્ક કરી ઝડપથી અમારા ગામમાં રેસ્કયુ ટીમ મોકલી આપવા માંગ કરી હતી. પણ તંત્ર બુધવાર સુધી આવતાં અમારા ગામના બે લોકો લાપતા થઇ ગયા છે. બાબતે મામલતદારનો સંપર્ક કરતાં તેઓએ ડેલીગેટના ફોન આવતાં કંટ્રોલમાં જાણ કરી હતી પણ લાપતા અંગે કોઇ જાણકારી મળી નથી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...