તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • શંખેશ્વર પંથકમાં સિંચાઇના અભાવે બીટી કપાસનું વાવેતર થઇ શક્યુંં

શંખેશ્વર પંથકમાં સિંચાઇના અભાવે બીટી કપાસનું વાવેતર થઇ શક્યુંં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વરતાલુકાના ખેડૂતો સિંચાઇના પાણીના અભાવે બીટી કપાસ, બાજરી ઉનાળુનું વાવેતર કરી શકયા નથી. હવે વરસાદની રાહ જોઇને બેઠા છે.

વઢિયાર પંથકના સમી- શંખેશ્વર તાલુકામાં ખેડૂતો પાસે વિશાળ પ્રમાણમાં જમીન છે, ખેતી કરવી છે પરંતુ સિંચાઇનો પુરતો લાભ મળતો નથી. ફકત શિયાળુ પાક લેવા જીરાની ખેતી માટે ત્રણ મહિના કેનાલમાં પાણી છોડવામાં આવે છે. જયારે ઉનાળુ કે ચોમાસુ પાક લેવા સિંચાઇનું પાણી આપવામાં આવતુ નથી. જેથી ખેડુતો બીટી કપાસ, બાજરી, જુવાર વગેરેનું વાવેતર કરી શકતા નથી અને જમીન વાવેતર વગર પડી રહે છે. વરસાદના આધારે રાહ જોઇ વરસાદ પડયા પછી બીટી કપાસ વગેરેના વાવેતર કરવાનો વારો આવે છે. ચોમાસાના એક મહિના પહેલા કેનાલ અને નદીમાં પાણી છોડવામાં આવે તો શંખેશ્વર - સમી તાલુકાના 2000 જેટલા ખેડૂતોને સિંચાઇનો લાભ મળી શકે તેમજ ખેડૂતો વાવેતર કરી આવક મેળવી શકે તેવું અનપુરાના ઠાકોર સોનાજી ભગાજી અને જહુરપુરાના ગુલાજી તેમજ ખંડીયાના ગલાલભાઇ રબારીએ જણાવ્યું હતું.

નર્મદા કેનાલ, નદીમાં 2 મહિનાથી પાણી બંધ છે

અન્ય સમાચારો પણ છે...