તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • હારિજમાં ગૌશાળાના લાભાર્થે ચાલતી ગૌકથા સાંભળવા ભીડ

હારિજમાં ગૌશાળાના લાભાર્થે ચાલતી ગૌકથા સાંભળવા ભીડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોમાં નગરજનો ભક્તિના રંગે રંગાયા

હારિજમાંજાસ્કા રોડ પર સૂચિત શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે શુક્રવારથી સતસંગ મહાપુરાણ ગૌકથાનું આયોજન કરાયું છે. જેમાં પ્રસિધ્ધ ગૌભક્ત પ્રવિણભાઇ ભગત વ્યાસપીઠ પર બિરાજી કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. ગૌભક્તો, ધાર્મિક મંડળો સહિત ગૌકથાનો લાભ લઇ રહ્યા છે.

ગૌમાતાના આશ્રય માટે નિર્માણાધિન શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે નગરના બધા ધાર્મિક મંડળો, સેવાકિય સંસ્થાઓ, ગૌભક્તો અને નગરજનોના સાથ સહકારથી ગત શુક્રવારથી સતસંગ મહાપુરાણ ગૌકથાનો આરંભ થયો છે. રાષ્ટ્રીય સંત શીવાનંદ બાપુ, પ્રવિણભાઇ મોરારભાઇ ઠકકર, સતીષભાઇ ઠકકર, સમીરભાઇ ઠાકર, મંજુલાબેન, અનિલભાઇ મહેતા વગેરે પોથીપૂજન બાદ ગૌકથાનું રસપાન કરવા જોડાયા હતા. ગૌકથામાં સતસંગ જ્ઞાનવાણી સાથે ધાર્મિક પ્રસંગોમાં રામજન્મ મહોત્સવ, રામ-સીતા વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનના પ્રસંગો ઊજવાયા હતા. રોજ રાત્રે ભક્તિભર આખ્યાન, આનંદના ગરબા, સુંદરકાંડ, ગમ્મત સાથે જ્ઞાનવાણી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આયોજન રજનીકાંત ઠાકર, મયુર સોની, હસમુખભાઇ ઠકકર, નારણલાલ ઠકકર, કિર્તિકુમાર ઠકકર સહિત ગૌભક્તો દ્વારા કરાયું છે.

હારિજમાં ગૌશાળાના લાભાર્થે ગૌકથા ચાલી રહી છે. તસવીર- જીતુ સાધુ

અન્ય સમાચારો પણ છે...