તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીમાં બહુચર મંદિરમાં ચોરી રૂ.25,500નાં આભૂષણો ગયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમી ગામના વાંટાવાસમાં આવેલા બહુચર માતાજીના મંદિરના પૂજારી જયંતિભાઇ જયશંકર જાની સોમવારે સંધ્યા આરતી કરી મંદિરનો દરવાજો બંધ કરી ઘરે ગયા હતા. રાત્રિ દરમ્યાન તસ્કરોએ ગર્ભગૃહના દરવાજાના લોક તોડી માતાજીના આભૂષણો ચોરી ગયા હતા. મંદિરના પુજારી મંગળવારે સવારે પૂજા માટે મંદિરે આવ્યા ત્યારે માતાજીનો ચાંદીનો કૂકડો સવા કિલોનો રૂ.9000, ચાંદીનું છતર 350 ગ્રામ રૂ.4000, ચાંદીનો મુગટ 400 ગ્રામ રૂ.4500, ચાંદીનું ત્રિશૂલ 350 ગ્રામ રૂ.4500, ચાંદીનો ગિલેટવાળો હાર 350 ગ્રામ રૂ.4000 ચોરી થયાનું માલુમ પડતાં ટ્રસ્ટી પંડ્યા પ્રવિણકુમાર તુલસીદાસને જાણ કરી અને સમી પોલીસ સ્ટેશને જાણ કરાતાં પીએસઆઇ પી.કે. પટેલ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તસવીર- જીતુ સાધુ

સવા કિલો ચાંદીનો કૂકડો, છત્તર, મુગટ અને હાર તફડાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો