સમી તાલુકામાં ગૌધન બચાવવા માલધારીઓની હિજરત

હારિજ | સમગ્ર વઢિયાર પંથકમાં સંતોષકારક વરસાદ નહીં પડતા ખેડૂતો, પશુપાલકો ચિંતિત બન્યા છે. જેમાં ગૌધન (ગાયો)રાખતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
સમી તાલુકામાં ગૌધન બચાવવા માલધારીઓની હિજરત
હારિજ | સમગ્ર વઢિયાર પંથકમાં સંતોષકારક વરસાદ નહીં પડતા ખેડૂતો, પશુપાલકો ચિંતિત બન્યા છે. જેમાં ગૌધન (ગાયો)રાખતાં માલધારી સમાજ ગાયોને ચારો ચરાવવા માટે હવે ગામેગામથી હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હારિજ અને ગામડાના માર્ગોમાં સમી તાલુકાના રણ કાંઠે આવેલા ગામનાં માલધારીઓ ગાયોના ધન લઈ જઇ રહ્યા છે. સમી તાલુકાના લાલપુર ગામનાં માલધારી રબારી નારણભાઇ મશરૂભાઇ પોતાની અને તેમનાં ભાઈની 150 ઉપરાંત ગૌમાતાઓને લઈ હારિજ તાલુકાના ગોવના ગામથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે જણાવ્યું કે આપણે તો ગમે ત્યાં જઇને રોટલો ખાઈ જીવશુ પણ આ અબોલ જીવને જીવાડવા અઠવાડિયાથી ગામ છોડી નીકળયા છીયે. પડતર ખેતરોમાં સામાન્ય ઘાસ ચરાવતા ચરાવતા જઇ રહ્યા છીયે. તસવીર-જીતુુ સાધુ

X
સમી તાલુકામાં ગૌધન બચાવવા માલધારીઓની હિજરત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App