• Home
  • Uttar Gujarat
  • Patan District
  • Sami
  • સમી એસબીઆઇ બેન્કમાં કર્મીઓની ઘીમી કામગીરીથી ગ્રાહકોને પરેશાની

સમી એસબીઆઇ બેન્કમાં કર્મીઓની ઘીમી કામગીરીથી ગ્રાહકોને પરેશાની

સમી એસબીઆઇ બેન્કમાં કર્મીઓની ઘીમી કામગીરીથી ગ્રાહકોને પરેશાની

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:00 AM IST
સમી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં કર્મચારીઓની ધીમી કામગીરી અને સર્વર ડાઉનના લીધે ગ્રાહકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સમી ખાતે વોહરાવાસ ખાતે આવેલ એસબીઆઇની ત્રણ ચાર દિવસથી લાંબી લાઈનો જામી રહી રહી છે . ગ્રાહકોને લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહયા પછી તેમનો નંબર આવે ત્યારે કેશ પૂરી થઈ જાય છે અથવા તો અડધા પૈસા જ મળશે તેવું જણાવી કસ્ટમરને ફરીથી સ્લીપ ભરાવી અને બેંકની અનુકૂળતા પ્રમાણે પૈસા આપે છે. એ.ટી.એમ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ ચાલુ હોય છે.

નાણા લીધા વગર જ પાછા ફરવું પડ્યું

જગદીશભાઈ દાદુભાઇ ચાવડાએ જણાવ્યું કે પૈસા ઉપાડવા માટે કલાકથી લાઈનમાં ઊભો રહ્યો હતો અને પછી કેશીયરે બેંક પાસે માત્ર બે લાખ જેટલી રકમ છે. બાકીના માણસોને ઘેર પરત ફરવું પડશે તેમ કહેતાં મારે પૈસા વગર જ પાછા જવું પડ્યું હતું. તારાનગરના ઠાકોર રસિક ભાઈએ જણાવ્યું કે હું 40 કિમી જેટલા દૂર રણવિસ્તારમાંથી પૈસા ઉપાડવા માટે આવ્યો હતો પરંતુ બેંકમાં કેસ ન હોવાને કારણે ધક્કો પડ્યો હતો.

સર્વર ડાનઉન થતાં તકલીફ સર્જાય છે

બેંકના મેનેજર પ્રિતેશભાઇ પટેલે જણાવ્યું કે હાલે ટેકાના ભાવે ચણાની ખરીદીના નાણા ચૂકવાઇ રહ્યા હોઇ ભીડ રહે છે પણ સર્વર ડાઉન થયા કરતું હોઇ કનેકટીવીના લીધે કામ થઇ શકતું નથી.આશરે ચાર કરોડ જેટલા નાણાં ખેડૂતોને ચૂકવવા માટે ફાળવાયા છે.

X
સમી એસબીઆઇ બેન્કમાં કર્મીઓની ઘીમી કામગીરીથી ગ્રાહકોને પરેશાની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી