• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • વઢિયાર પંથકમાં બે દિવસ કેનાલોમાં પાણી છોડી બંધ કરાતાં ખેડૂતોમાં રોષ

વઢિયાર પંથકમાં બે દિવસ કેનાલોમાં પાણી છોડી બંધ કરાતાં ખેડૂતોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી, હારિજ,અને શંખેશ્વર તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટામાં કઠોળ, ઘાસચારો, બાજરી, ગવાર અને કપાસના વાવેતર તો કરાયા છે. પણ જમીન બહાર નીકળતાની સાથે જ ખરીફ પાક સુકાવા લાગ્યા છે. જો ચાર થી પાંચ દિવસમાં વરસાદ નહીં આવે તો કુલ 1.11 લાખ હેક્ટરમાં ખરીફ પાક સંકટમાં પડશે.વઢિયાર પંથકમાં બે દિવસ કેનાલોમાં સામાન્ય પાણી છોડી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ઊભો થયો છે.એકલવાના ખેડૂત હીરાભાઇના જણાવ્યા મુજબ ગત સપ્તાહે અમરાપૂરા બ્રાંચ અને રાજપુરા બ્રાન્ચમાં સામાન્ય પાણી છોડાયા હતાં. ત્યાં જ બંધ કરી દેવાયા હતા.

વિસ્તરણ અધિકારી ગેમરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ત્રણે તાલુકામાં કુલ 111665 હેકટરમાં ખરીફ પાકની વાવણી થઈ છે. તેમાં 11 હજાર હેક્ટર કદાચ ટ્યુબવેલ ધરાવતા ખેડૂતો બચાવી શકે તો પણ એક લાખ હેક્ટર ખરીફ વાવણી વરસાદ વગર નિષ્ફળતાના આરે છે. ચાર દિવસમાં વરસાદ ના વરસે તો ખરીફ પાક નિષ્ફળની સંભાવના રહેલી છે.

ખરીફપાકના આંકડા હેક્ટરમાં
સમી તાલુકો

બાજરી 94

કઠોળ 4626

દિવેલા 2585

દેશીકપાસ 10663

બીટીકપાસ 883

ગવાર 5553

ઘાસચારો 25524

કુલ 49926

4-5 દિવસમાં વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જવાની સંભાવના
હારીજ તાલુકો

બાજરી 357,

કઠોળ 7500,

દિવેલા 1145,

દેશી કપાસ 35,

બીટી કપાસ 1540,

ગવાર 4000,

ઘાસચારો 10000,

કુલ 24577

શંખેશ્વર તાલુકો

બાજરી 60,

કઠોળ 1815,

દિવેલા 300,

દેશી કપાસ 16000,

બિટીકપાસ 230,

ગવાર 450,

ઘાસચારો 19000,

કુલ 37855

અન્ય સમાચારો પણ છે...