તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમી તાલુકાના ગામડાઓમાં કીચડથી રોગચાળો ફેલાવવાની દહેશત

સમી તાલુકાના ગામડાઓમાં કીચડથી રોગચાળો ફેલાવવાની દહેશત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વરસાદ થવાને કારણે કીચડ તથા ગંદકી થતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોલાડા ગામમાં પ્રાથમિક શાળા તથા ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાઈ રહેતા કીચડ અને ગંદકી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી અહીં દવાનો છંટકાવ તથા કીચડને સાફ કરવામાં આવે તો રોગચાળામાંથી બચી શકાય તેમ છે.

સીપુર ગામમાં પણ વરસાદી પાણી ભરાઇ રહેતા ગામના મુખ્ય માર્ગ ઉપર કીચડ થતાં ભયંકર દુર્ગંધ તથા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બાસ્પા ગામ પણ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છેે. સમી ખાતે આવેલ શંખેશ્વર રોડ ઉપર વેપારી વાસની બાજુમાં ગટરનું તથા વરસાદનું પાણી ભરાઈ રહેતા ગંદકી જોવા મળી રહી છે અને જેના કારણે આજુ બાજુના વિસ્તારના લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. સમીના સોનારમાં પણ પ્રવેશ કરતાં જ પ્રા.શાળાની બાજુમાં પાણી ભરાઈ રહેતા હાલાકીનો સામનો કરવો પડે છે.

લોલાડામાં પ્રાથમિક શાળા પાસે કીચડથી લોકોને હાલાકી તસવીર- પ્રકાશ નાડોદા

અન્ય સમાચારો પણ છે...