તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • Sami બહુચરાજીમાં નવરાત્રી મહોત્સવ માટે શુભમુહૂર્ત જોવાયાં, 10મીએ ઘટ સ્થાપન

બહુચરાજીમાં નવરાત્રી મહોત્સવ માટે શુભમુહૂર્ત જોવાયાં, 10મીએ ઘટ સ્થાપન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી | શક્તિપીઠ બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના પવિત્ર સાનિધ્યમાં આસો માસમાં યોજાનાર નવરાત્રિ પર્વનાં શુભ મુહૂર્ત મંદિર ટ્રસ્ટ દ્વારા જોવડાવવામાં આવ્યા છે. તે મુજબ, આ વર્ષે તા.10થી 18 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. નવરાત્રિનો મંગલમય આરંભ આસો સુદ 1ને બુધવારના રોજ સવારે 7-15 કલાકે નીજમંદિરમાં ઘટ સ્થાપન વિધિ સાથે થશે.

15મીએ શતચંડી યજ્ઞ,18મીને દશેરાએ સાંજે 4 કલાકે માતાજીની સવારી સમીવૃક્ષ પૂજન માટે બેચર ગામે જશે
ટ્રસ્ટની યાદીમાં મુજબ, નવરાત્રિ પૂર્વે મંદિરની પ્રક્ષાલન વિધિ ભાદરવા વદ અમાસને મંગળવાર તા.9 ઓક્ટોબરે બપોરે 1 કલાકે થશે. ઘટ સ્થાપન વિધિ આસો સુદ 1ને બુધવાર 10 ઓક્ટોબર સવારે 7-15 કલાકે થશે. શતચંડી યજ્ઞનો પ્રારંભ આસો સુદ 6ને સોમવાર તા.15ને સવારે 10:30 કલાકે થશે અને યજ્ઞની પૂર્ણાહુતિ આસો સુદ 8ને બુધવાર તા.17ને સાંજે 4:30 કલાકે થશે. માતાજીની આઠમની સવારી બુધવાર રાત્રે 9:30 નીકળશે. તેમજ રાત્રે 12 કલાકે માતાજીની પલ્લી નૈવેદ્ય થશે. નવરાત્રી ઝવેરા ઉત્થાપન વિધિ આસો સુદ 9-10ને ગુરુવાર તા.18ને સવારે 7:30 કલાકે થશે. જ્યારે વિજ્યાદશમી ધજા નિશાન ગુરુવારે સવારે 10:30 કલાકે ચડાવાશે. જ્યારે સમીવૃક્ષ પૂજન માટે સાંજે 4 કલાકે માતાજીની સવારી બેચર ગામે જશે.

આસો સુદ પૂનમ બુધવારને 24 ઓક્ટોબરના રોજ થશે. માતાજીની સવારી રાત્રે 9:30 કલાકે નીજમંદિરથી નીકળીને શંખલપુર મુકામે જશે.

અન્ય સમાચારો પણ છે...