તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • ટેક્સ વિભાગ પહેલા ખોટી ડિમાન્ડ મોકલે છે, પછી રિફન્ડ આપે છે: સંસદીય સમિતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ વિભાગ પહેલા ખોટી ડિમાન્ડ મોકલે છે, પછી રિફન્ડ આપે છે: સંસદીય સમિતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસદીય સમિતિએ આમને સમાપ્ત કરવાની ભલામણ કરી

કન્સ્ટ્રક્શનથી આવ્યા 31,734 કરોડ, ખર્ચ થયા માત્ર 6,872 કરોડ

નિયત કામોમાં સેસ અને સરચાર્જનો ઉપયોગ નથી થતો, તેમ છતાં સરકાર આગામી વર્ષે 2.8 લાખ કરોડ વસૂલશે

બોજ | ગયા વર્ષે 13 પ્રકારના સેસ સમાપ્ત કરાયા હતા, હજુ પણ લગભગ એક ડઝન સેસ વસૂલે છે મહેસૂલ વિભાગ

રોજબરોજનાકામોમાં તમે અને આપણે નાની રકમ સેસના રૂપમાં આપતા હોઇએ, પણ તે સરકારની કમાણીનું મોટું માધ્યમ છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે 2017-18માં તમામ સેસ અને સરચાર્જથી 2,82,212 કરોડ રૂપિયા મળવાનું અનુમાન છે. બજેટમાં આગામી નાણા વર્ષ માટે 19,11,579 કરોડ રૂપિયા ટેક્સ રેવન્યૂની જોગવાઇ છે. એટલે કે સેસથી મળનારી રકમ ટેક્સ રેવન્યૂની 14.75 ટકા છે. જેટલીના અનુસાર વર્તમાન નાણાવર્ષમાં તેમાં 2,65,661.61 કરોડ રૂપિયા આવવાની આશા છે. સેસ અને સરચાર્જથી 2014-15માં સરકારના ખજાનામાં 1,19,276,65 કરોડ આવ્યા હતા.

નાણાં અંગેની સ્થાયી સંસદીય સમિતિએ સેસ અને સરચાર્જને ધીમે-ધીમે સમાપ્ત કરવાની ભલામણ કરી છે. તેના માટે બે કારણો ગણાવાયા છે. એક તો કે પૈસા રાજ્યોને નથી જતા, બીજૂ જે આશયથી લોકો પાસેથી પૈસા લેવાય છે, તેનો ઉપયોગ તે કામમાં નથી થતો. સમિતિનો રિપોર્ટ શુક્રવારે સંસદમાં રજૂ કરાયો હતો. નાણા મંત્રાલયનું મહેસૂલ વિભાગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ એક ડઝન સેસ વસૂલે છે. ગત બજેટમાં 13 પ્રકારના સેસ સમાપ્ત કરાયા હતા. પણ તેમાંથી દરેકમાં સરકારને 50 કરોડથી પણ ઓછી રકમ મળતી હતી.



2017-18ના બજેટમાં 50 લાખથી એક કરોડ સુદીની આવકવાળા લોકો પર 10 ટકાનો નવો સરચાર્જ લગાવાયો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ

વાહનોપર 1%થી 4 ટકાના દરે લાગે છે.

સ્વચ્છ ભારત કૃષિ કલ્યાણ

સર્વિસટેક્સ પર 0.5-0.5 ટકાના દરે લાગે છે.

હાયર એજ્યુકેશન સેસ

આવકવેરાપર 1 ટકાના દરે વસૂલાય છે.

એજ્યુકેશન સેસ

આવકવેરાપર 2 ટકાના દરે વસૂલાય છે

ITની જગ્યાએ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ નહીં

સંતોષગંગવારે કહ્યું કે ઇનકમ ટેક્સના સ્થાને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ (બીટીટી) લાદવાનો કોઇ પ્રસ્તાવ નથી. યૂપીએએ 2005માં બીટીટી લાગૂ કર્યો હતો. તે નક્કી મર્યાદા કરતા વધારે પૈસા ઉપાડવા પર 0.1 ટકાના દરે લાગતો હતો. પણ વસૂલાત ઓછી થવાને કારણે એપ્રિલ 2009માં તેને હટાવી લેવાયો હતો.

આપણી પર લાગતા પસંદગીના સેસ

ટેક્સની તુલનામાં તેને લાગુ કરવા સરળ

સેસસરકારની ટેક્સ રેવન્યૂ વધારવાનો સરળ માર્ગ છે. નવો ટેક્સ લાદવા કે રેટ બદલવા માટે ટેક્સ નિયમોમાં પરિવર્તન કરવું પડે છે. પણ સેસને માત્ર એક નોટિફિકેશનથી લાગુ કરવામાં આવી શકે છે.

કેન્દ્ર પાસે રહે છે સેસના પૈસા,રાજ્યોને નથી મળતા

સરકારજે પણ ટેક્સ વસૂલે છે, તે કન્સોલિડેટ ફંડ ઑફ ઇન્ડિયામાં જમા થાય છે. પણ સેસના પૈસા ફંડ માં નથી જતા. સામાન્ય રીતે ટેક્સના પૈસામાં કેન્દ્ર સરકાર રાજ્યોને પણ ભાગીદારી આપે છે. પણ સેસના પૈસા કેન્દ્ર પાસે રહે છે.

જેટલીએ કહ્યું કે સેસ અને સરચાર્જ એટલા માટે લગાવાય છે જેથી સરકાર રોજ, સ્કૂલ, હોસ્પિટલ વગેરેનું નિર્માણ કરી શકે. પણ હકીકતમાં તેમ થતું નથી.ગુરુવારે શ્રમ મંત્રી બંદારુ દત્તાત્રેયે રાજ્યસભામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2016 સુધી કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર સેસથી 31,734 કરોડ આવ્યા પણ બાંધકામ કામદારોના કલ્યાણ પાછળ માત્ર 6,872.51 કરોડ ખર્ચાયા હતા. રાજ્યોને તેમાં એકથી બે ટકા સુધી ટેક્સ વસૂલવાની છૂટ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો