સમશેરપુરા ગામે ચોમાસા પહેલા ગામની સફાઈ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી | સમી તાલુકાનું સમશેરપુરા ગામે ચોમાસા પહેલા ગામમાં ગંદકી ન ફેલાય અને રોગચાળાથી બચવા માટે ગ્રામ પંચાયત દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ગામના ગોંદરે કે જ્યાં વરસાદી પાણી ભરાતાં કીચડ થાય છે ત્યાં ગંદકી ન થાય તે માટે વરસાદના પાણી પહેલાં જ ગામના કચરાને સાફ કર્યો હતો. ઉપરાંત ગામમાં ગંદકી ના પ્રશ્ન માટે શેરીએ-શેરીએ ડસ્ટબિન મૂકાયા છે અને ગામલોકો આ ડસ્ટબિનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે અગાઉ ગામમાં ચોમાસાના વરસાદને કારણે ગંદકી થતી હતી જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય રહેતો હતો પરંતુ હાલ ગામમાં પંચાયત દ્વારા ગામ ચોગાનમાં બ્લોક નખાતા આ સમસ્યા દૂર થઈ છે તેવું ગામના પરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...