તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમી તાલુકાના માત્રોટા ગામે બે માસથી અનિયમિત વીજ પ્રવાહથી લોકો પરેશાન

સમી તાલુકાના માત્રોટા ગામે બે માસથી અનિયમિત વીજ પ્રવાહથી લોકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના માત્રોટા ગામે બે મહિનાથી અનિયમિત વીજ પ્રવાહને કારણે પરેશાન ગ્રામજનોએ બુધવારના રોજ વિધુત બોર્ડ ખાતે દેખાવો કરી રજૂઆત કરી હતી.

સમી તાલુકાના માત્રોટા ગામે છેલ્લા બે માસથી અનિયમિત વીજ પ્રવાહને કારણે આ રૂટના ઝીલવાણા, માત્રોટા, સજુપુરા જેવા ગામો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માત્રોટા ગામના ગ્રામજનોએ સમી વિધુત બોર્ડ ખાતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ રૂટના ગામડાઓમાં ગમે ત્યારે 1 કલાક થી 4 કલાક સુધી વીજપ્રવાહ બંધ રહે છે ત્યારે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે કંટાળેલા ગ્રામજનોએ સાત દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિધુત બોર્ડના અધિકારી એમ.એચ શાહે જણાવ્યું કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફના અભાવને કારણે મેન્ટનન્સ કામ ન થતાં આ સમસ્યા આવી રહી છે

માત્રોટાના દેસાઈ ભાવેશભાઇ શંકરભાઈના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં વીજ પ્રવાહ બંધ થતાં આ અંગે ફરિયાદ માટે સમી વિધુત બોર્ડમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ પણ અધિકારી દ્વારા અમારો ફોન રિસીવ કરાતો નથી જેના કારણે અમારે કંઈ પણ પ્રશ્ન હોય રૂબરૂ જીઈબી જવું પડે છે અને રૂબરૂ જાણ કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...