• Home
  • Uttar Gujarat
  • Patan District
  • Sami
  • Sami - દૂધ ફેટના ભાવ વધારવા પશુપાલકો-ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત

દૂધ ફેટના ભાવ વધારવા પશુપાલકો-ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત

દૂધસાગર ડેરીના નિર્ણયના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Sami - દૂધ ફેટના ભાવ વધારવા પશુપાલકો-ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત
હારિજ | હારિજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા હારિજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલક ખેડૂતોની સભા યોજાઈ હતી જેમાં મહેસાણા દૂધ સાગર ડેરી દૂધ ફેટના ભાવ દર વર્ષે ઓછા આપીને તગડો નફો મેળવી રહી છે ત્યારે દૂધના ફેટના ભાવ વધારવાની માગણી સાથે મામલતદારને રેલી સ્વરૂપે જઇ આવેદન આપ્યું હતું.

હારિજ યાર્ડમાં હારિજ,સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલક-ખેડૂતોની સભા

આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે પશુઓ માટે ઘાસ નથી અને ખાણદાણના પણ ભાવ ખૂબ વધારે છે તો મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવા દૂધ ઉત્પાદકોએ માંગ સાથે હારિજ માર્કેટયાર્ડમાં બપોરે 2 વાગે પશુપાલકો અને ખેડૂતોની સભા યોજાઇ હતી.બાદમાં યાર્ડથી મામલતદાર કચેરી સુધી બેનરો સાથે રેલી યોજી મામલતદારને આવેદન આપ્યુ હતુ. જેમા યાર્ડના ચેરમેન ભગવાનભાઇ ચૌધરી, કેશાજી ઠાકોર, માનસંગભાઇ ચૌધરી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડિરેક્ટર અશોકભાઈ ચૌધરી, રાયમલભાઈ દેસાઈ ડિરેકટર કડી વિભાગ, બળદેવભાઈ ચૌધરી, કાનજીભાઇ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ બચુજી ઠાકોર, હારીજ તાલુકાના અગ્રણીઓ તેમજ પશુપાલક ભાઇઓ અને બહેનો જોડાયા હતાં.

દૂધના ભાવ વધારા માટે રેલી કાઢી આવેદનપત્ર સુપરત કરાયું હતું

X
Sami - દૂધ ફેટના ભાવ વધારવા પશુપાલકો-ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App