તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • Sami ઉપલીયાસરા ડિસ્ટીબ્યુટરી કેનાલ ઉભરાતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા

ઉપલીયાસરા ડિસ્ટીબ્યુટરી કેનાલ ઉભરાતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : એક બાજુ સમી તાલુકામાં એવા ગામડાઓ છે કે જ્યાં નર્મદાનું પાણી પહોંચી શકતું નથી અને ગામના તળાવ ખાલીખમ પડ્યા છે. ગામના પશુઓ અને લોકો માટે પીવાનું પાણી નથી ત્યારે અધિકારીઓની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સમી તાલુકાના નાયકા સીમમાંથી પસાર થતી ઉપલીયાસરા ડીસ્ટીબ્યુટરી કેનાલમાં બુધવારના રાત્રિના સમયે કેનાલના પાણી ઉભરાઈ જતા પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયા હતા. જેના લીધે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને હાલના સમયમાં કિંમતી જળ પુરવઠો વેડફાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...