તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમશેરપુરા ગામના યુવાનો દ્વારા ચાલતી દૂધ મંડળીનો નફો સમાજ માટે વપરાશે

સમશેરપુરા ગામના યુવાનો દ્વારા ચાલતી દૂધ મંડળીનો નફો સમાજ માટે વપરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના સમશેરપુરા ગામના નાડોદા રાજપૂત યુવક મંડળ સંચાલિત ડેરીમાં થતા નફાનો ઉપયોગ સમાજના ગરીબ બાળકોના શિક્ષણ તથા સમાજના લોક ઉપયોગી કામો માટે વપરાય છે.

સામાન્ય રીતે ગામડાઓમાં આપણે ત્યાં સહકારી દૂધ મંડળી કે પ્રાઇવેટ દૂધ મંડળીઓ જોવા મળે છે જેનો નફો તેના સંચાલકો મેળવતા હોય છે પરંતુ સમશેરપુરા ગામના નાડોદા રાજપૂત સમાજના યુવાનોએ એક અનોખી દૂધ મંડળી બનાવી છે. જેમાં થતો નફો સમાજના વિકાસ માટે વપરાય છે. આજથી 11 માસ અગાઉ સમાજના યુવાનોએ પોતાની દુધ મંડળી બનાવવાનો આઈડિયા આવ્યો અને યુવાનોએ એક લાખ રૂપિયા જેટલી રકમ વ્યાજે લઇ દૂધ મંડળીની રચના કરી સમાજના દરેક વ્યક્તિએ પોતાનું દૂધ આ મંડળીમાં આપવું તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, શરૂઆતમાં આ યુવાનોએ અનેક જાતના સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પરંતુ આજે આ મંડળીએ વ્યાજે લીધેલા લાખ રૂપિયા જેટલી રકમ પરત કરી અને સારું એવું ભંડોળ ઉભું કર્યું છે. આ દૂધ મંડળી આજે મહિને 20 હજારથી 25હજાર રૂપિયા જેટલી કમાણી કરી લે છે.

આ દૂધ મંડળીનું સફળ સંચાલન ગામના યુવાનો શૈલેષભાઈ ગામી કૌશિક ડાયમાં તથા જગદીશભાઈ ચાવડા કરી રહ્યા છે. મંડળીને ઉભી કરવા માટે ગામના યુવાનો ભરતભાઇ ખેર, નથુભાઈ ડાયમાં, રમેશભાઈ ડોડ, હસમુખભાઈ સોલંકી, પરેશભાઈ ગામી, ગણેશભાઈ પાવરા તથા ભગાભાઈ ડોડીયાનો સિંહ ફાળો રહ્યો છે.

અમારા ગામની આ મંડળી ઉપરથી પ્રેરણા મેળવી અન્ય ગામો પણ આવા પ્રકારની મંડળીઓની રચના કરી અને સમાજના પૈસા સમાજના કલ્યાણ માટે ઉપયોગી થાય તેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા સમશેરપુરાના સરપંચ નનુભાઈ ખેરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...