તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં નાગરીકને છરીના ઘા મારી રૂ.6730ની લૂંટ ચલાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલશહેરમાં વધી રહેલા ગુનાખોરીનાં બનાવોમાં લૂંટનાં બનાવો પણ સામે આવતા રહે છે. ત્યારે કલોલ રેલ્વે પુર્વ માર્કેટ યાર્ડ પાસે નાગરીક પર છરીથી હુમલો કરીને લૂંટી લેવાની ઘટના સમી સાંજે બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લૂંટનો ભોગ બનનાર વેપારીએ કલોલ પોલીસ સ્ટેશનમાં અંગે ફરીયાદ આપ્યા બાદ પોલીસે લૂંટારૂ શખ્સની ધરપકડ કરીને લૂંટની રોકડ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર કલોલ રેલ્વે પુર્વનાં ત્રિકમનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ રામપ્રસાદ કહાર ગત શુકર્વારે સાંજે 7 વાગ્યાનાં અરસામાં માર્કેટયાર્ડ પાછળથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે છરી સાથે ધસી આવેલો શખ્સ ચિરાગ ઉર્ફે ચિકો ઉર્ફે ચિલાએ સુરેશભાઇ પર હુમલો કરીને માર મારીને છાતીનાં ડાબા ભાગે છરીથી ઇજાઓ કરી સુરેશભાઇ પાસે રહેલી રૂ. 6730ની રોકડ લૂંટની નાસી ગયો હતો.

સુરેશભાઇને પ્રાથમિક સારવાર કલોલમાં આવીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કલોલ પોલીસ સમક્ષ ચિરાગ સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ અનિલ ચૌહાણને તપાસ સોપવામાં આવી હતી. પોલીસે શહેરમાં જાહેરમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાને ગંભીરતાથી લઇને પીએસઆઇ ચૌહાણે પોતાની ટીમ સાથે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમા પોલીસે ચિરાગને લૂંટની રોકડ તથા ગુનામાં વપરાયેલી છરી સાથે ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો