• Gujarati News
  • સમી હારીજતાલુકામાં જીરૂ, કલ્યાણી કપાસ અને ચાસવા ઘઉંની મુખ્ય રવિપાક

સમી-હારીજતાલુકામાં જીરૂ, કલ્યાણી કપાસ અને ચાસવા ઘઉંની મુખ્ય રવિપાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી-હારીજતાલુકામાં જીરૂ, કલ્યાણી કપાસ અને ચાસવા ઘઉંની મુખ્ય રવિપાક તરીકે ગણાતો હતો. જેમાં નર્મદાના પાણી ફરવાની શરૂઆત થતાં દિવેલા મુખ્ય પાકનું સ્થાન ચાલુ વર્ષે લઇ લીધું છે. ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ચાલુ વર્ષે દિવેલાનું અૈતિહાસિક વાવેતર થયું છે. પરંતુ સાથે સાથે ઇયળોએ દિવેલાના પાકને ભરડામાં લેતાં ઉત્પાદનમાં પણ અસર થવાની દહેશત ઉભી થઇ છે. ત્રણ-ત્રણ વખત દવા છંટકાવ છતાં ઇયળો નિયંત્રણમાં આવતાં ખેડૂતો મૂંઝવણમાં મૂકાઇ ગયાં છે.

હારીજ તાલુકાના ગોવના ગામના ધીરજીભાઇ દેસાઇ અને દિલીપસિંહ જાડેજાએ પણ દવા છંટકાવ કર્યા પછી પણ ઇયળો ફરીથી આવી જતી હોવાથી તેમનો દિવેલાનો પાક બગડી રહ્યો છે તેવું જણાવ્યું હતું. સમી તાલુકાના કુકરાણાના ધારસિંહજી ઠાકોરે પણ ઇયળની ચિંતા વ્યક્ત કરી હતી. થરોડના જલારામભાઇ ઠાકોરના જણાવ્યા મુજબ, દિવેલાની વાવણી વધુ છે પણ ઇયળોનો ઉપદ્રવ પણ બહુજ છે. ત્રણ-ત્રણ વાર દવા છંટકાવ કરવા છતાં ઇયળો ફરીથી થઇ જાય છે. ઇયળો એરંડાના છોડ ઉપર આવતી માળો ખાઇ જાય છે અને છોડને ખોખરો કરી મૂકે છે. 10થી 15 વીઘાના દિવેલાના પ્લોટમાં ત્રણ વાર ઇયળોનો ઉપદ્રવ થયાં છે. જેનો નાશ કરવા ત્રણવાર દવાનો છંટકાવ કર્યો છે. જેનો ખર્ચ દશ હજાર ઉપરાંતનો કર્યો હોવા છતાં પાકના ...અનુસંધાનપેજ-08

પેજ-07

દિવેલાના પાકમાં...

ઉત્પાદનમાં પણ ઇયળો નુક્સાન કરી શકે છે.

વિસ્તરણ અધિકારી બાબુભાઇ પટેલના જણાવ્યા મુજબ સમી તાલુકામાં દિવેલાનું વાવેતર 24500 હેક્ટરમાં પ્રથમવાર મોટા પ્રમાણમાં નર્મદાના પાણીના લીધે થયું છે. જ્યારે હારીજ તાલુકા વિસ્તરણ અધિકારી સુબોધભાઇએ પણ તાલુકામાં 12115 હેક્ટર વાવેતરને આજસુધીમાં સૈાથી વધુ ગણાવ્યું હતું. દિવેલાના પાકને પાણી આપવાથી દિવેલા એક વીઘાના ઓછામાં ઓછા 30 મણ, વધુમાં વધુ 50થી 60 મણનું ઉત્પાદન આપી શકે છે.

ઠંડી વધશે એટલે ઇયળો દૂર થઇ જશે

વિસ્તરણ અધિકારી સુબોધભાઇએ જણાવ્યા મુજબ, હાલમાં બરાબર ઠંડી પડતી હોવાથી ખેડૂતો દવા છંટકાવ કરે તો પણ ઇયળો આવી જતી હોય છે. જોકે, ઠંડી બરાબર પડશે ત્યારે ઇયળો ટકી નહીં શકે. દવા અસર કરે અને થોડોક ટાઇમ ઇયળ દૂર થયા પછી ફરીથી આવી જતી હોય છે.