તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • યાત્રાધામ પ્લાસ્ટીક મુક્ત બનાવવા તૈયારી, ટૂંકમાં જાહેરનામું

યાત્રાધામ પ્લાસ્ટીક મુક્ત બનાવવા તૈયારી, ટૂંકમાં જાહેરનામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણા તથા જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર સહિત અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટભાઇ અધ્વર્યુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અંબાજીમાં અપાયેલાં સફાઇ કોન્ટ્રાક્ટ બાબતે સમીક્ષા કરાઇ હતી. તેમજ આગામી સમયમાં પ્લાસ્ટીકને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનું હોઇ કલેકટરે વેપારીઓને પ્લાસ્ટીકની થેલીઓ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ત્યાર બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્લાસ્ટીક વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અંબાજીમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા હાથ ધરાઇ હતી. મંદિરના 7 નંબર વીઆઇપી ગેટથી બસ સ્ટેશન સુધી મુખ્ય બજારમાં જાહેર માર્ગ ઉપર શાકભાજી વેચતા લોકોના કારણે અહીં પશુઓનો પણ જમાવડો થઈ જતો હોવાથી અકસ્માતનો ભય રહે છે, તેમને પંચાયતના પાછલા માર્ગ ઉપર ખસેડવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...