• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમીના કારીગરે રૂ.7000 ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યુ

સમીના કારીગરે રૂ.7000 ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના મુબારકપુરા ગામના વતની અને સમી ખાતે મેલડી કૃપા ઇલેક્ટ્રિકમાં કામ કરતા સિંધવ વજુભાઇ રૂપાભાઇએ રસ્તા વચ્ચેથી મળેલું પાકીટ મુળ માલિકને પરત કરી પ્રમાણિકતા બતાવી હતી.

વિસનગર તાલુકાના કુવાસણા ગામના વતની અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા ઠાકોર હરેશભાઇ બાબુજી સમી તાલુકાના કુંવરગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા પોતાના ભાઇ સુરેશભાઇ ઠાકોરને મળવા જતા હતા ત્યારે રસ્તામાં નાયકા સમીની વચ્ચે ધારાવણું તળાવ પાસે પોતાના ખિસ્સામાં રહેલું પાકીટ જેમાં રૂ.6950 અને અગત્યના દસ્તાવેજો હતા એ પડી ગયું હતું. આ પાકીટ વજુભાઇને મળતા તેમણે પાકીટમાં રહેલા વિઝીટિંગ કાર્ડની મદદથી ફોન કરીને પરત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...